જીવિત છે બશર અલ અસદ, રશિયાએ આપી શરણ: દમિશ્કમાં રાષ્ટ્રપતિ પેલેસમાં બળવાખોરોએ મચાવી લૂંટ
Syria Civil War: સીરિયામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં બળવાખોરોએ 24 વર્ષથી શાસન કરી રહેલા બશર અલ-અસદના હાથમાં સત્તા પાછી ખેંચી લીધી છે. ગઈકાલે બશર અલ-અસદનું દેશ પલાયન કરી રહ્યા હતા, ત્યારે તેમનું પ્લેન ક્રેશ થયુ હોવાના અહેવાલો મળ્યા હતા. પરંતુ તે સુરક્ષિત છે. તે પોતાના પરિવાર સાથે મોસ્કો પહોંચ્યા છે.
રશિયાએ આપ્યો આશરો
રશિયાએ બશર અલ-અસદને શરણું આપ્યું છે. રશિયાના સરકારી મીડિયાએ આ અંગે જાણકારી આપી હતી. ક્રેમલિનના એક સૂત્ર રશિયા સ્ટેટ મીડિયા TASS અને રિયા નોવોસ્તીએ જણાવ્યું હતું કે, અસદ અને તેના પરિવારના સભ્ય મોસ્કો પહોંચ્યા છે. રશિયાએ માનવીય ધોરણે તેમને આશરો આપ્યો છે. રવિવારે દમિશ્કમાં અસદના મહેલ પર વિદ્રોહીઓએ કબજો કર્યો હતો.
અસદના વિમાનના ક્રેશની અટકળો
ગઈકાલે સોશિયલ મીડિયા પર અસદની ફ્લાઈટ રડાર પરથી ગુમ થઈ હોવાના અહેવાલો મળ્યા હતા. જેમાં બપોર પછી અસદનું વિમાન ક્રેશ થઈ ગયુ હોવાના અહેવાલો વાયરલ થયા હતા. પ્લેન ક્રેશનો ફોટો પણ વાયરલ થયો હતો. જેથી બશર-અલ-અસદ આ ક્રેશમાં મૃત્યુ પામ્યા હોવાની અટકળો વહેતી થઈ હતી. અસદ અને તેમના પરિવારના રશિયામાં હોવાની ખાતરી કર્યા બાદ સ્પષ્ટ થઈ ગયુ છે કે, વિમાને પોતાનું ટ્રાન્સપોન્ડર બંધ કરી દીધુ હતું.
અસદના મહેલ પર કબજો
સીરિયાના બળવાખોરોએ રાજધાની દમિશ્કમાં ઘુસ્યા બાદ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના વિશાળ મહેલ પર કબજો કર્યો છે. બાંગ્લાદેશના પ્રેસિડેન્શિયલ પેલેસમાંથી લોકોએ ફર્નિચર અને મોંઘી ચીજો લૂંટી દીધી છે. બળવાખોરોએ પેલેસના જુદા-જુદા રૂમોમાં ફોટો ક્લિક કરી રહ્યા હતા. અલ-રાવદા પ્રેસિડેન્શિયલ પેલેસમાં પણ ઘૂસી સ્માર્ટ ખુરશીઓ, લકઝરી ચીજો ઉઠાવી રહ્યા છે. તેમજ મુહાજરીન પેલેસમાં તોડફોડ કરી છે.
બળવાખોરોએ કેદીઓને મુક્ત કરાવ્યા
બળવાખોરોએ જેલમાં બંધ સેકડોં કેદીઓને મુક્ત કરાવ્યા છે. અમુક લોકોએ દુકાનોમાં તોડફોડ કરી સામાન લૂંટ્યો હતો. સીરિયાના વિવિધ હિસ્સામાં અસદ અને તેમના પરિવારના પોસ્ટર, બેનર, અને મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું.ઈસ્લામિક ચરમપંથી સંગઠન હયાત તહરીર અલ-શામના નેતા અબુ મોહમ્મદ અલ-જુલાનીએ આ બળવાને લોકોને જીત ગણાવી છે.