Get The App

‘મારે ન્યાય જોઈએ છે’, સ્વાતિ માલીવાલે રાહુલ ગાંધી, શરદ પવારને પત્ર લખતા રાજકીય ગરમાવો

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
‘મારે ન્યાય જોઈએ છે’, સ્વાતિ માલીવાલે રાહુલ ગાંધી, શરદ પવારને પત્ર લખતા રાજકીય ગરમાવો 1 - image


Swati Maliwal Assault Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમાર પર મારપીટનો આરોપ લગાવનારા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ ફરી એક વખત ચર્ચામાં છે. માલીવાલે 'ઈન્ડિયા બલોક'ના તમામ નેતાઓને પત્ર લખ્યો છે. 

સ્વાતિ માલીવાલે રાહુલ ગાંધી, શરદ પવારને પત્ર લખ્યો

સ્વાતિ માલીવાલે રાહુલ ગાંધી અને શરદ પવાર સહીત 'ઈન્ડિયા બલોક'ના તમામ મોટા નેતાઓને પત્ર લખીને કહ્યું કે, મેં 8 વર્ષ સુધી દિલ્હી મહિલા આયોગ (DCW)ની અધ્યક્ષતા કરી છે. આ દરમિયાન મેં મહિલાઓ અને બાળકો સામે 1.7 લાખથી વધુ ફરિયાદો પર સુનાવણી કરી છે. પરંતુ કમનસીબે સાંસદ બન્યા બાદ 13 મે ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PAએ મારી સાથે મારપીટ કરી. આ ઘટના બાદ મેં પોલીસમાં ફરિયાદ નોંધાવાનું પગલું ભર્યું. પરંતુ આવી સ્થિતિનાં મારું સમર્થન કરવાના બદલે મારી પોતાની જ પાર્ટીના નેતાઓ અને સ્વયંસેવકોએ મારું ચરિત્ર હનન કરવાનું શરૂ કર્યું.

સ્વાતિ માલીવાલે કહ્યું કે, કોઈનાથી ડર્યા વિના અને કોઈની સામે ઝૂક્યા વિના મેં મહિલા આયોગને એક ખૂબ ઊંચા સ્થાને પહોંચાડ્યું છે. પરંતુ અફસોસની વાત એ છે કે પહેલા મુખ્યમંત્રીના ઘરે મારી સાથે મારપીટ કરવામાં આવી અને પછી મારું ચરિત્ર હરણ કરવામાં આવ્યું. 

તેમણે આગળ કહ્યું કે, મારી પ્રતિષ્ઠા, ચરિત્ર અને વિશ્વસનીયતાને ધૂમિલ કરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિચી ફેલાવવાનું શરૂ કર્યું. મારા વિરુદ્ધ ફેલાવવામાં આવેલા જૂઠને કારણે મને રેપ અને હત્યાની ધમકી મળી રહી છે. હું ઈચ્છું છું કે, આ મામલે ચર્ચા માટે મને તમારી સાથે મુલાકાત કરવાનો સમય આપવામાં આવે. હું તમારા જવાબની રાહ જોઈશે.

વિભવ કુમાર પર શું છે આરોપ?

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે CM આવાસમાં તેમની સાથે મારપીટ થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ આરોપ કેજરીવાલના PA વિભવ કુમાર પર લગાવ્યો છે. પાર્ટીના નેતા સંજય સિંહે બાદમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વાતિ માલીવાલ સાથે થયેલી ઘટનાને સંજ્ઞાનમાં લીધી છે અને તેઓ આ મામલે સખત કાર્યવાહી કરશે. 

સંજય સિંહે જણાવ્યું હતું કે સ્વાતિ માલીવાલ સોમવારે સીએમ કેજરીવાલને મળવા આવી હતી. તે ડ્રોઈંગ રૂમમાં રાહ જોઈ રહ્યો હતો. ત્યારબાદ વિભવ કુમાર ત્યાં પહોંચી ગયો અને સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તન કર્યું.

આ પહેલા સોમવારે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે સ્વાતિ માલીવાલ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં આવી હતી અને મુખ્યમંત્રી કેજરીવાલના અંગત સ્ટાફના સભ્ય પર સીએમ હાઉસમાં હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ મામલે FIR નોંધી તપાસ હાથ ધરી છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરવાના આરોપી વિભવ કુમાર દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. 18 મેના રોજ તીસ હજારી કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. ત્યારબાદ સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે તીસ હજારી કોર્ટમાં વચગાળાની જામીન અરજી પણ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી.


Google NewsGoogle News