Get The App

સ્વાતિ માલિવાલે દિલ્હીમાંથી કચરો ભેગો કરી કેજરીવાલના ઘર બહાર ઠાલવ્યો, પોલીસે કરી અટકાયત

Updated: Jan 30th, 2025


Google News
Google News
Swati Maliwal Arrested


Swati Maliwal Arrested: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ બુધવારે (30મી જાન્યુઆરી) વિકાસપુરીથી 3 વાહનોમાં કચરો ભરીને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનની બહાર ઠાલવ્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, 'દિલ્હી સરકાર રાજધાનીમાં સ્વચ્છતા પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે, તેથી હવે તે અરવિંદ કેજરીવાલના ઘરની બહાર કચરો ઠાલવ્યો.' જોકે, પોલીસે સ્વાતિ માલીવાલને અટકાયત કરી હતી.

'આખું શહેર કચરાના ઢગલા જેવું બની ગયું છે'

સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે, 'આખું શહેર કચરાના ઢગલા જેવું બની ગયું છે, હું અહીં અરવિંદ કેજરીવાલ સાથે વાત કરવા આવી છું. હું તેમને કહીશ કે પોતાને સુધારે, નહીં તો જનતા તેમને સુધારશે. મને તેમના ગુંડાઓથી કે તેમની પોલીસથી ડર નથી.'

આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરી લખ્યું કે, 'હું કચરાથી ભરેલા 3 ટ્રક સાથે કેજરીવાલના ઘરે પહોંચીશ. કેજરીવાલજી ડરશો નહીં, જનતાની સામે આવો અને જુઓ કે તમે દિલ્હીમાં કેવી સ્થિતિ બનાવી છે.'

આ પણ વાંચો: 'રાજનીતિ જ કરવી હોય તો લડી લો ચૂંટણી...' ચૂંટણી કમિશનર પર કેજરીવાલનો મોટો પ્રહાર

'કેજરીવાલને જમીની વાસ્તવિકતાનો કોઈ ખ્યાલ નથી'

સ્વાતિ માલીવાલે જણાવ્યું હતુ કે, 'આ વિરોધ કોઈ પક્ષ વિરુદ્ધ નથી. આજે દિલ્હીની હાલત ખૂબ જ ખરાબ છે. દિલ્હીનો દરેક ખૂણો ગંદો છે, રસ્તાઓ તૂટેલા છે અને ગટરો છલકાઈ ગઈ છે. વિકાસપુરીની મહિલાઓએ ફરિયાદ કરી હતી કે રસ્તા પર કચરાના ઢગલા છે અને ધારાસભ્યને ફરિયાદ કરવા છતાં, કોઈ તેને સાફ કરવા માટે કોઈ પગલાં લઈ રહ્યું નથી. હું અહીં મહિલાઓ દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા આવ્યો છું. અમે આ કચરો અરવિંદ કેજરીવાલના ઘરે લઈ જઈશું અને તેમને પૂછીશું કે તેમણે દિલ્હીના દરેક વિસ્તારને આપેલી ગંદી ભેટનું શું કરવું જોઈએ? તેમણે કહ્યું કે કેજરીવાલ હવે સામાન્ય માણસ નથી રહ્યા, તેમને દિલ્હીની વાસ્તવિકતાનો કોઈ ખ્યાલ નથી.'

સ્વાતિ માલિવાલે દિલ્હીમાંથી કચરો ભેગો કરી કેજરીવાલના ઘર બહાર ઠાલવ્યો, પોલીસે કરી અટકાયત 2 - image

Tags :
Swati-Maliwal-ArrestedDelhiArvind-Kejriwal

Google News
Google News