સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

Updated: May 18th, 2024


Google NewsGoogle News
સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો 1 - image


Swati Maliwal Case: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે કથિતરૂપે મારપીટની ઘટના મામલે હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો મુખ્યમંત્રી નિવાસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજથી લેવાયો છે. આ વીડિયો હવે જાહેર કરી દેવામાં આવ્યો છે.

 

વીડિયોમાં શું દેખાયું? 

વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વાતિ માલીવાલને મહિલા ગાર્ડ સીએમ નિવાસની બહાર લઇને આવે છે. આ દરમિયાન તે મહિલા સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટકતાં પણ દેખાય છે. વીડિયો જોતાં ફરી અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે. 

અગાઉ પણ એક વીડિયો સામે આવ્યો હતો 

ઉલ્લેખનીય છે કે સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રી કેજરીવાલના પીએ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. અગાઉ પણ આ ઘટના અંગેનો વીડિયો સામે આવ્યો હતો જેના બાદથી સ્વાતિ માલીવાલ સામે સવાલો ઊઠવા લાગ્યા હતા.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો 2 - image


Google NewsGoogle News