'ભાજપે ષડયંત્ર હેઠળ સ્વાતિ માલીવાલને CM આવાસ મોકલી...', આમ આદમી પાર્ટીનો મોટો આરોપ
Swati Maliwal Case : આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ સ્વાતિ માલીવાલ મારામારી કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને આ કેસને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું. આતિશીએ કહ્યું કે, સ્વાતિ માલીવાલ આ ષડયંત્રનો ચહેરો અને મહોરું હતી. સ્વાતિ માલીવાલ 13 મેના રોજ વગર અપોઈન્ટમેન્ટે મુખ્યમંત્રી આવાસ પહોંચી. તેમનો ઈરાદે મુખ્યમંત્રી કેજરીવાલને ફસાવવાનો હતો. તેઓ ન હતા, એટલા માટે બચી ગઈ. પછી સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો. આજે સામે આવેલો વીડિયો તેની પોલ ખોલે છે.
આતિશીએ સ્વાતિ માલીવાલને ગણાવી ભાજપનું મહોરું
આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્વાતિ માલીવાલ સહિત ભાજપ પર પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે, ત્યારથી ભાજપ ચિંતામાં મૂકાયેલી છે. જેના કારણે તેમણે એક ષડયંત્ર રચ્યું. આ ષડયંત્ર હેઠલ સ્વાતિ માલીવાલને મુખ્યમંત્રી આવાસ મોકલવામાં આવી.
શું થયું હતું 13 મેના રોજ?
આતિશીએ મીડિયાને 13 મેનો સમગ્ર ઘટનાક્રમ જણાવતા કહ્યું કે, 'સ્વાતિ માલીવાલે જે દિલ્હી પોલીસને ફરિયાદ કરી, તેમાં તેઓ કહે છે કે, તેમની સાથે ખરાબ રીતે મારામારી કરવામાં આવી. તેમનું માથું ટેબલ પર લાગ્યું અને ફાટી ગયું, તેમના કપડા ફાડવામાં આવ્યા, પરંતુ વીડિયોમાં તેનાથી વિપરીતની સચ્ચાઈ સામે આવી રહી છે. સ્વાતિ માલીવાલ વિભવ કુમારને ઊંચા અવાજમાં ધમકાવી રહી છે. તેમના કપડા ફાટ્યા નથી અને ન માથામાં વાગ્યું. આજના આ વીડિયોમાં સ્વાતિ માલીવાલના આરોપને નિરાધાર સાબિત કર્યા છે.' વિભવ કુમારે પોતાની ફરિયાદમાં 13 મેના તમામ ઘટનાક્રમને વિગતવાર જણાવી છે.
વિભવ કુમાર સાથે ઊંચા અવાજે કરી વાત
આતિશીના અનુસાર, 'સ્વાતિ માલીવાલે ગેટ પર પોલીસને ધમકાવી કે હું રાજ્યસભા સાંસદ છું, મને રોકશો તો હું તમારી નોકરી ખાઈ લઈશ. પોલીસ સાથે ઝઘડો કરીને તે મુખ્યમંત્રી આવાસમાં ઘસી ગઈ. સુરક્ષા કર્મચારીઓએ તેમને ફરીથી ના પાડી અને તેમણે વેઈટિંગ રૂમમાં બેસાડ્યા. વેઈટિંગ રૂમમાં થોડીવાર બેસ્યા બાદ સ્વાતિ માલીવાલ મુખ્યમંત્રીના ડ્રોઈંગ રૂમમાં ઘુસી ગઈ અને મુખ્યમંત્રીને બોલાવવા માટે અને હજુ મળવા માટે કહેવા લાગી. મુખ્યમંત્રી આવાસના સ્ટાફે વિભવ કુમારને ફોન કર્યો, તેઓ 10 મિનિટ બાદ આવ્યા અને તેમણે સ્વાતિ માલીવાલને કહ્યું કે, આજે મુખ્યમંત્રી નહીં મળી શકે. પછી સ્વાતિ માલીવાલે વિભવ કુમાર સાથે ઊંચા અવાજે વાત કરી અને ઘરમાં જવાનો પ્રયાસ કર્યો. વિભવ કુમારે તેમને અંદર જતા રોકી અને તે તેને ધક્કો આપીને અંદર જવા લાગી.'
દિલ્હી પોલીસ પહોંચી મુખ્યમંત્રી આવાસ
આતિશીએ કહ્યું કે, સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરવા પર ભાર આપવા લાગી, તેમના PA વિભવ કુમારે કહ્યું હતું કે, મુખ્યમંત્રી વ્યસ્ત છે. ત્યારબાદ સાંસદે બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું અને અંદર દાખલ થવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તનનો મામલો ભાજપનું ષડયંત્ર છે, તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીને ફસાવવા માટે માલીવાલને મહોરૂં બનાવાઈ છે.
બીજી તરફ, સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તન અને મારામારી મામલે તપાસ કરવા દિલ્હી પોલીસ ફોરેન્સિક ટીમ સાથે મુખ્યમંત્રી કેજરીવાલના ઘરે પહોંચી છે. પોલીસ 13 મેના રોજની ઘટનાનું રીક્રિએશન કરશે અને આ જાણવાનો પ્રયાસ કરશે કે તે દિવસે કેજરીવાલના ઘર પર શું થયું હતું?