સ્વાતિ માલેવાલ કેસ : બિભવ કુમારની આગોતરા જામીન અરજી પર કોર્ટનો આદેશ આવ્યો, જાણો શું કહ્યું
Swati Maliwal Assault Case : આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ સાથે મારામારી કરવાના કેસમાં તીસ હજારી કોર્ટે બિભવ કુમારની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.
આરોપીની ધરપકડ થઈ હોવાથી અરજી સુનાવણી લાયક નહીં : કોર્ટ
કોર્ટે કહ્યું કે, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરે કોર્ટને જાણ કરી છે કે, બિભવ કુમારની ધરપકડ કરાઈ છે. બિભવની સાંજે 4.15 કલાકે ધરપકડ થઈ હતી. કોર્ટે કહ્યું કે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, તેથી તેમની અરજીની સુનાવણી કરવાનું કોઈ કારણ નથી. કોર્ટે કહ્યું કે, અરજી બિનઅસરકારક બની ગઈ છે.
સ્વાતિ માલીવાલના આક્ષેપો સમજથી બહાર : બિભવના વકીલ
બિભવના વરિષ્ઠ વકીલ એન.હરિહરને કોર્ટમાં દલીલ કરી હતી કે, બિભવ પર જે આક્ષેપો કરાયા છે, તેના પર કોઈપણ વિશ્વાસ કરી શકે નહીં. હાલ બિભવની સ્થિતિ શું છે, તે અંગે અમને જાણતા નથી. તેમણે કહ્યું કે, સ્વાતિ માલીવાલે જે આક્ષેપ કર્યો છે, તે સમજની બહાર છે. બિભવ કારણવગર કેમ મારપીટ કરશે? તે સમજની બહાર છે.
બિભવના વકીલે કોર્ટમાં શું કહ્યું?
બિભવના વકીલે કોર્ટમાં કહ્યું કે, ‘માલીવાલે આક્ષેપ કર્યો છે, તે મુજબ કોઈ મુખ્યમંત્રીના નિવાસસ્થાને આવું કૃત્ય કેમ કરશે? જો સ્વાતિ માલીવાલ સાથે મારપીઠ થઈ હોત તો તેઓએ ચીસો પાડી હોત, અને જો તેમણે ચીસો પાડી હોત તો ત્યાં હાજર લોકોએ જરૂર સાંભળી હોત. જ્યાં ઘટના બની, ત્યાંના સીસીટીવી ફુટેજ હતા. મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવી હોય તો પહેલા એપોઇન્મેન્ટ લેવી જરૂરી છે, પરંતુ સ્વાતિ સીધા જ સીએમ આવાસ પર પહોંચી ગયો, જે મુખ્યમંત્રી સુરક્ષાના નિયમનો ભંગ છે.’
સ્વાતિ માલીવાલ કેસમાં બિભવ કુમારની ધરપકડ
ઉલ્લેખનીય છે કે, આપ સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટના કેસમાં એક પછી એક વીડિયો સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી. આ મામલે સીએમ હાઉસે ધસી જઈને મુખ્યમંત્રી કેજરીવાલના પીએ બિભવ કુમારની ધરપકડ કરી લેવામાં આવી હતી.
સ્વાતિ માલીવાલે 13 મેએ આરોપ લગાવ્યો હતો
નોંધનીય છે કે સ્વાતિ માલીવાલે બિભવ કુમાર પર 13 મેના રોજ મુખ્યમંત્રી હાઉસમાં તેની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. સ્વાતિની ફરિયાદ પર, દિલ્હી પોલીસે ગુરુવારે આ સંબંધમાં આરોપી બિભવ કુમાર વિરુદ્ધ નામની એફઆઈઆર નોંધી હતી. ત્યારથી દિલ્હી પોલીસની ઘણી ટીમો બિભવ કુમારને શોધી રહી હતી.
બિભવ કુમારે લાત અને થપ્પડ મારી હતી
AAPના રાજ્યસભા સાંસદ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં બિભવ કુમાર પર ઘણા ગંભીર અને સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની એફઆઈઆર મુજબ, બિભવ કુમારે કથિત રીતે સ્વાતિ માલીવાલને ઘણી વખત લાત અને થપ્પડ મારી હતી. સ્વાતિ માલીવાલે બિભવ પર જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ પણ લગાવ્યો છે.