Get The App

ભયાનક ચુકાદાનું ઠીકરું ભગવાનના માથે ફોડ્યું..., જાણીતી અભિનેત્રીનો સુપ્રીમ કોર્ટના CJI પર કટાક્ષ

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
ભયાનક ચુકાદાનું ઠીકરું ભગવાનના માથે ફોડ્યું..., જાણીતી અભિનેત્રીનો સુપ્રીમ કોર્ટના CJI પર કટાક્ષ 1 - image


Swara Bhaskar: બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે આપેલા ચુકાદા સામે સવાલો ઉઠાવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. સ્વરા ભાસ્કરે નામ લીધા વિના અયોધ્યા રામ મંદિરને લઈને આપવામાં આવેલા ચુકાદાને ભયાનક કહ્યો છે. સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘દેશના ચીફ જસ્ટિસે ભયાનક ચુકાદા માટે ભગવાનને જવાબદાર ઠેરવ્યા છે.’ હાલમાં જ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના સમાધાન માટે ઈશ્વરને પ્રાર્થના કરી હોવાનું નિવેદન કર્યું હતું. આ વાત સામે સ્વરા ભાસ્કરે વાંધો ઉઠાવીને આ પોસ્ટ કરી છે. 

સ્વરા ભાસ્કરે લખ્યું છે કે, 'દેશના ટોચના ન્યાયાધીશ પોતાના ભયાનક ચુકાદા માટે કેટલી સહજતાથી ભગવાનને જવાબદાર ગણાવી રહ્યા છે!' આ પહેલાં શિવસેના (UBT) પણ ચીફ જસ્ટિસના ઉપરોક્ત નિવેદન સામે સવાલ ઉઠાવી ચૂકી છે. 

આ પણ વાંચોઃ તરફેણમાં ચુકાદો આવે તો સુપ્રીમ કોર્ટ અદભૂત સંસ્થા અને વિરોધમાં આવે તો...: CJI ચંદ્રચૂડ

સામનામાં પણ કટાક્ષ કરાયો હતો 

શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં પ્રકાશિત સંપાદકીય લેખમાં લખ્યું હતું કે, '...શું ન્યાય કાયદા દ્વારા, બંધારણની ધારાઓ અનુસાર કરવામાં આવે છે? ન્યાયાધીશોએ હવે આ વિશે પોતપોતાના ભગવાનને પૂછવું જોઈએ. ચંદ્રચૂડ સાહેબે આ રસ્તો બતાવ્યો છે. ચીફ જસ્ટિસ કહે છે, જ્યારે બાબરી કેસ, અયોધ્યામાં રામ મંદિરનો મામલો મારી સામે આવ્યો તો હું ભગવાન સામે બેઠો. મેં ભગવાનને આ મામલો ઉકેલવાની પ્રાર્થના કરી. મેં ભગવાનને કહ્યું, હવે તમે જ કોઈ સમાધાન કાઢજો. ચીફ જસ્ટિસ કયાં ભગવાન સામે પ્રાર્થના કરવા બેઠા? વિષ્ણુના તેરમાં કે ચૌદમાં અવતાર સામે? સમાધાન બાદ અયોધ્યામાં રામ મંદિર તો ઊભું થઈ ગયું, પરંતુ એ નક્કી છે કે, લોકસભા ચૂંટણીમાં તેરમાં અવતારથી મંદિરના ભગવાન શ્રી રામ ખુશ નથી. કોર્ટે આસ્થાના મામલે ન પડવું જોઈએ. અહીં કાયદાની જોગવાઈ અપ્રભાવી થઈ જાય છે.'

શું બોલ્યા હતાં ચીફ જસ્ટિસ?

ગત અઠવાડિયે CJI ચંદ્રચૂડ પૂણેના ખેડ તાલુકામાં પોતાના પૈતૃક ગામ કન્હેરસર પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ કહ્યું હતું કે, 'હંમેશા અમારી પાસે કેસ (ચુકાદા માટે) આવે છે, પરંતુ અમે સમાધાન પર નથી પહોંચી શકતાં. અયોધ્યા (રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ) દરમિયાન પણ કંઈક આવું જ થયું હતું, જે ત્રણ મહિના સુધી મારી સામે હતો. હું ઈશ્વરની સામે બેઠો અને તેમને કહ્યું કે, આનું સમાધાન શોધવું પડશે. મારો વિશ્વાસ કરો, જો તમને વિશ્વાસ છે તો ઈશ્વર હંમેશા કોઈ રસ્તો નીકાળી દેશે.'

આ પણ વાંચોઃ હું ભગવાન સામે બેસી ગયો અને...' CJIએ બાબરી મસ્જિદ વિવાદના ચુકાદાની કહાણી સંભળાવી

રામ મંદિરનો બહુચર્ચિત ચુકાદો

નવેમ્બર 2019માં આપવામાં આવેલા આ ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બેન્ચની આગેવાની તત્કાલીન સીજેઆઈ રંજન ગોગોઈ કરી રહ્યા હતાં. કોર્ટે દાયકાઓ જૂના કેસ પર વિરામ મૂકતા રામ મંદિર બનાવવાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ ચુકાદામાં અયોધ્યામાં વૈકલ્પિક પાંચ એકરના ભૂખંડ પર મસ્જિદ બનાવવાનો પણ નિર્દેશ કરાયો હતો.  


Google NewsGoogle News