'હવે સપામાં જવાનો સવાલ જ નથી, પરંતુ...', સ્વામી પ્રસાદ મૌર્યનું આ નિવેદન અખિલેશને વિચારતા કરી દેશે

સ્વામી પ્રસાદ મૌર્ય I.N.D.I.A ગઠબંધનને સમર્થન આપશે

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
'હવે સપામાં જવાનો સવાલ જ નથી, પરંતુ...', સ્વામી પ્રસાદ મૌર્યનું આ નિવેદન અખિલેશને વિચારતા કરી દેશે 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીના વડા સ્વામી પ્રસાદ મૌર્યએ I.N.D.I.A ગઠબંધનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે,'આગામી લોકસભા ચૂંટણીમાં અમે દેશ, લોકતંત્ર અને બંધારણને બચાવવા માટે I.N.D.I.A ગઠબંધનને સમર્થન આપીશું. હવે સમાજવાદી પાર્ટીમાં જોડાવાનો પ્રશ્ન જ નથી. ઉત્તર પ્રદેશમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીએ બતાવ્યું છે કે હું એ વાતમાં સાચો હતો કે સપા ભાજપના એજન્ટોથી ભરેલી છે અને આ ચૂંટણીમાં પણ મારી વાત સાચી સાબિત થઈ છે.'

ખેડૂતોને ન્યાય આપવા માટે I.N.D.I.A ગઠબંધનની જરૂર: સ્વામી પ્રસાદ મૌર્ય 

રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીના વડા સ્વામી પ્રસાદ મૌર્યએ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, લોકશાહી અને બંધારણને બચાવવા માટે I.N.D.I.A ગઠબંધનને બિનશરતી સમર્થન આપશું. આજે દેશમાં વધતી મોંઘવારીમાંથી મુક્તિ મેળવવા, યુવાનોને રોજગાર આપવા, ઉદ્યોગપતિઓને શોષણમાંથી મુક્ત કરવા અને ખેડૂતોને ન્યાય આપવા માટે I.N.D.I.A ગઠબંધનની જરૂર છે. આવી સ્થિતિમાં આપણી રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટી I.N.D.I.A ગઠબંધનને બિનશરતી સમર્થન આપશે.'

સ્વામી પ્રસાદ મૌર્યએ સપા પર અવગણનાનો આરોપ લગાવ્યો હતો

ઉત્તર પ્રદેશના રાજકારણમાં સ્વામી પ્રસાદ મૌર્યએ તાજેતરમાં જ રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીની રચના કરી છે. સ્વામી પ્રસાદ મૌર્યએ સમાજવાદી પાર્ટી પર તેમની અવગણના કરવાનો અને અખિલેશ યાદવના નેતૃત્વવાળી પાર્ટીથી અલગ થવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, હવે તેઓ કહી રહ્યા છે કે તેઓ કોઈપણ શરત વિના I.N.D.I.A ગઠબંધનને સમર્થન આપશે.


Google NewsGoogle News