‘...તો ભારત-પાકિસ્તાન અલગ ન થાત’ ઝીણાનો ઉલ્લેખ કરી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ફરી નવો વિવાદ ઊભો કર્યો!
Shankaracharya Swami Avimukteshwaranand: ઉત્તરાખંડમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને મોટું નિવેદન આપ્યું છે, જેને ભાજપે વર્ષ 2024માં એક મોટો ચૂંટણી એજન્ડા બનાવ્યો હતો. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સ્પષ્ટપણે કહ્યું કે, 'હું યુસીસીની વિરુદ્ધ છું અને તેને લાવવો જોઈએ નહીં. માત્ર એક જ પ્રકારના લોકોએ એક જગ્યાએ રહેવું જોઈએ.'
આ પણ વાંચો: રાજીનામા બાદ કેજરીવાલનો પહેલો રોડ શો, કહ્યું- 'હરિયાણામાં AAPના સપોર્ટ વગર નહીં બને કોઈની સરકાર'
એક ઈન્ટરવ્યૂમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, સમાનતાનો આ વિચાર (પ્રથમ નજરમાં) ખૂબ જ સારો લાગે છે. તે યોગ્ય નથી, આ મારો અભિપ્રાય છે. મને ખબર નથી કે કોઈ મારાથી સહમત છે કે નથી. જો આપણે બધાને સમાન બનાવવું હોય તો આપણે કોઈને કાપવા પડશે અથવા બીજાને જેક લગાવીને ઊચા કરવા પડશે, તો જ દરેક સમાન બની શકે છે.'
ઝીણા અંગે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શું કહ્યું?
ઉત્તરાખંડમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, 'જો બધાં ધર્મના લોકો સંમત થયા હોત તો ભારત અને પાકિસ્તાન અલગ ન થાત. તે સમયે આટલા પ્રયત્નો થયા પરંતુ લોકો સહમત ન થયા. આવી સ્થિતિમાં એક જગ્યાએ એક જેવા લોકો રહે. સાથે રહેવું અને આપસમાં લડવું કોઈના માટે સારું નથી. હિન્દુસ્તાનમાં મુસલમાન નહીં રહેવો જોઈએ અને પાકિસ્તાનમાં હિન્દુ નહીં રહેવો જોઈએ. આ મારૂ માનવું છે. રહીમે આ ઘણાં વખત પહેલા સમજી લીધું હતું. અમે આ મામલામાં મોહમ્મદ અલી ઝીણા (બે રાષ્ટ્ર સિદ્ધાંતના સમર્થનના સંદર્ભમાં) સાથે સહમત છીએ કે બંને ધર્મના લોકોએ પોતપોતાની કોલોનીમાં રહેવું જોઈએ.'
શું છે યુનિફોર્મ સિવિલ કોડ?
યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવી છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે.