મહારાષ્ટ્રમાં મતદાન વચ્ચે મોટા ઉલટફેર! કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કર્યું અપક્ષનું સમર્થન
Maharashtra Elections 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના મતદાનમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદે અને તેમની પુત્રી પ્રણિતી શિંદેએ સોલાપુર દક્ષિણ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધરમરાજ કાદાડીને સમર્થન આપ્યું છે. તો અહીં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ જે ઉમેદવાર ઉતાર્યો હતો, તે કોંગ્રેસ સાથે મહાવિકાસ અઘાડી ગઠબંધનનો ભાગ છે.
અહીં એક વાત નોંધવા જેવી છે કે, ત્યાં સુશીલ કુમાર શિંદે જે નિર્ણય કર્યો છે તેનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તેમના સમર્થનની આ બેઠક પર શું અસર પડે છે. સુશીલ કુમાર શિંદે પોતાનો મત આપવા પહોંચ્યા હતા અને જ્યારે તેઓ તેમની પુત્રી સાથે બૂથની બહાર આવ્યા ત્યારે તેમણે અપક્ષ ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.
ધર્મરાજ એક સારા ઉમેદવાર છે : સુશીલ કુમાર શિંદે
સુશીલ કુમાર શિંદેએ પોતાના સ્ટેન્ડ વિશે માહિતી આપતાં કહ્યું કે, 'હું માનું છું કે, ધર્મરાજ કડાડી એક સારા ઉમેદવાર છે, અને ભવિષ્યમાં આ વિસ્તાર માટે સારું રહેશે. શરૂઆતમાં દિલીપ માનેને કોંગ્રેસમાંથી તક મળે તેવું લાગતું હતું, પરંતુ તેમને AB ફોર્મ મળ્યું ન હતું. તેથી હવે અમે ધર્મરાજને જ સમર્થન આપવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનો અહીં મજબૂત આધાર છે. આવી સ્થિતિમાં આ બેઠક ઉદ્ધવ સેનાના ખાતામાં જાય તે ખોટું છે.
મહાવિકાસ આઘાડી ગઠબંધન
દેશના પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે, 'આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ રહ્યો છે. હું અહીંથી જ ચૂંટાયો છું અને મને મહારાષ્ટ્રના સીએમ તરીકે કામ કરવાની તક મળી છે. શિવસેનાએ થોડી જલ્દબાજીમાં અમર પાટીલને અહીંથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. પરંતુ અહીંથી તેમનો દાવો ટકશે નહીં. કોંગ્રેસે આ બેઠક સતત જાળવી રાખી છે અને જીતી પણ જાળવી રાખી છે. આવી સ્થિતિમાં શિવસેનાના ખાતામાં આ બેઠક જવી તે સમજની બહાર છે. ત્યારે તેમની પુત્રી પ્રણિતીએ પણ તેના પિતાની વાત સાચી હોવાનું સમર્થન આપ્યું હતું.
શિંદેએ કહ્યું કે સોલાપુર દક્ષિણ બેઠક ઐતિહાસિક રીતે કોંગ્રેસ પાસે રહી છે. પ્રણિતીએ કહ્યું કે, આ કોંગ્રેસનો ગઢ કહેવાય છે, અને અહીંથી જીતીને સીએમ પણ ચૂંટાયા છે. અત્યાર સુધી અમે અહીંથી આઘાડી ધર્મનું પાલન કરતા હતા. પરંતુ પંઢરપુરની જેમ અહીં મૈત્રીપૂર્ણ સ્પર્ધા શક્ય ન હતી. એટલે અમે અપક્ષ ઉમેદવારને જ સમર્થન આપવાનું નક્કી કર્યું છે.