Get The App

VIDEO : છત્તીસગઢના નારાયણપુરમાં 29 નક્સલીઓનું આત્મસમર્પણ, જેમાં 7 મહિલાઓ પણ સામેલ

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
VIDEO : છત્તીસગઢના નારાયણપુરમાં 29 નક્સલીઓનું આત્મસમર્પણ, જેમાં 7 મહિલાઓ પણ સામેલ 1 - image


Image: Facebook

Naxalites Surrendered in Chhattisgarh: છત્તીસગઢના નારાયણપુરમાં કુતુલ એરિયા કમિટીના 29 નક્સલીઓએ નારાયણપુર એસપી સામે આત્મસમર્પણ કરી દીધું. આત્મસમર્પણ કરનાર નક્સલીઓમાં 22 પુરુષ અને 7 મહિલાઓ સામેલ છે.

નારાયણપુર જિલ્લાના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે નક્સલીઓ દ્વારા સરેન્ડરનું સૌથી મોટું કારણ જિલ્લામાં ચલાવવામાં આવી રહેલા વિકાસ કાર્ય છે. આ વિસ્તારના નક્સલીઓને વિસ્તારમાં ઝડપથી બની રહેલા રસ્તા તથા ગામ સુધી પહોંચતી વિભિન્ન સુવિધાઓએ પ્રભાવિત કર્યા છે. જેના કારણે તેમનો નક્સલી સંગઠનના વિચારોથી મોહભંગ થઈ રહ્યો છે.

25,000 રૂપિયાનો ઈનામ ચેક

આત્મસમર્પણ કરનાર તમામ માઓવાદીઓને 25,000 રૂપિયાનો ઈનામ ચેક આપવામાં આવ્યો અને આત્મસમર્પણ કરનાર નક્સલી પુનર્વાસ નીતિ હેઠળ ઉપલબ્ધ તમામ લાભ આપવામાં આવશે. 2024 બાદથી નારાયણપુરમાં વિભિન્ન રેન્કોના 71થી વધુ માઓવાદી કેડરોએ આત્મસમર્પણ કર્યું છે, 60થી વધુ માઓવાદી માર્યા ગયા છે અને 50 માઓવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેનાથી માઓવાદી સંગઠન કમજોર થઈ ગયુ છે. અબૂઝમાડ વિસ્તારમાં વિકાસ, સુરક્ષા અને શાંતિનું સ્વપ્ન ઝડપથી સાકાર થશે.

આ પણ વાંચો: ચંડીગઢમાં ભાજપના ખેલમાં ફસાઈ AAP-કોંગ્રેસ, મેયરની ચૂંટણીમાં 3 કાઉન્સિલરનું ક્રોસ વોટિંગ

નક્સલીઓ માટે શું બોલ્યા SP?

એસપીએ એ વાત પર જોર આપ્યું કે ઘર, રોજગાર અને સુરક્ષા આપનાર સરકારની પુનર્વાસ નીતિએ આ વ્યક્તિઓને આત્મસમર્પણ માટે આકર્ષિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તેમણે અન્ય માઓવાદીઓથી, જે હજુ પણ આંદોલનનો ભાગ છે. પોતાના વલણ પર પુનર્વિચાર કરવા અને મઢમાં પોતાના મૂળ તરફ પાછા ફરવાની અપીલ કરી, જ્યાં તે શાંતિથી રહી શકે છે અને પોતાના સમુદાયના કલ્યાણમાં યોગદાન આપી શકે છે.


Google NewsGoogle News