સુરતથી ચેન્નઈ વચ્ચે બનશે બીજો સૌથી લાંબો એક્સપ્રેસ-વે: 35 કલાકની મુસાફરી 18 કલાકમાં કરી શકશે

Updated: May 17th, 2024


Google NewsGoogle News
સુરતથી ચેન્નઈ વચ્ચે બનશે બીજો સૌથી લાંબો એક્સપ્રેસ-વે: 35 કલાકની મુસાફરી 18 કલાકમાં કરી શકશે 1 - image


Surat-Chennai Expressway: દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ છે અને તેની કુલ લંબાઈ 1,350 કિમી છે. પરંતુ હવે સુરત-ચેન્નઈ એક્સપ્રેસ-વે 1,271 કિમી લાબો દેશનો બીજો સૌથી લાંબો એક્સપ્રેસ-વે તૈયાર થઈ રહ્યો છે. આ એક્સપ્રેસ-વે પશ્ચિમ ઘાટ દ્વારા ચેન્નાઈથી સુરતને જોડવા જઈ રહ્યો છે. નવા એક્સપ્રેસ-વેનું નિર્માણ કાર્ય આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

એક્સપ્રેસ-વેના નિર્માણમાં કેટલો ખર્ચ થશે?

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા સુરત-ચેન્નઈ એક્સપ્રેસ-વેની સ્પીડ લિમિટ 120 કિમી પ્રતિ કલાક થવાની છે. એક્સપ્રેસ-વેના નિર્માણનો અંદાજિત ખર્ચ 50,000 કરોડ રૂપિયા છે. હાલમાં એક્સપ્રેસ-વે ચાર લેન સાથે બનાવવામાં આવી રહ્યો છે. જેને ભવિષ્યમાં છ લેન અથવા આઠ લેન એક્સપ્રેસ વેમાં રૂપાંતરિત કરી શકાય છે.

35 કલાકની મુસાફરી 18 કલાકમાં કરી શકશે

સુરત અને ચેન્નાઈ શહેર વચ્ચે બની રહેલા એક્સપ્રેસ-વેનું કામ પૂર્ણ થયા બાદ મુસાફરીનું અંતર 1500 કિમીથી ઘટીને 1270 કિમી થઈ જશે. હાલમાં, આ અંતર કાપવામાં લગભગ 35 કલાકનો સમય લાગે છે. જેને ઘટાડીને માત્ર 18 કલાક કરવાનો લક્ષ્યાંક છે. આ એક્સપ્રેસ-વે દેશના છ રાજ્યોમાંથી પસાર થશે જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. તે તિરુપતિ, કુડ્ડાપાહ, કુર્નૂલ, કલાબુર્ગી, સોલાપુર, અહમદનગર અને નાસિક સહિતના કેટલાક મહત્ત્વપૂર્ણ શહેરોને પણ જોડશે.

પીએમ મોદીએ એક્સપ્રેસ-વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2021માં ભારતમાલા પરિયોજના હેઠળ ચેન્નાઈ-સુરત એક્સપ્રેસ-વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. એક્સપ્રેસ-વેનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ રોડ દેશના દક્ષિણ ભાગને પશ્ચિમ ભાગ સાથે સીધો જોડવા માટે તૈયાર છે.

સુરતથી ચેન્નઈ વચ્ચે બનશે બીજો સૌથી લાંબો એક્સપ્રેસ-વે: 35 કલાકની મુસાફરી 18 કલાકમાં કરી શકશે 2 - image


Google NewsGoogle News