NEET કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો સુપ્રીમનો ઈનકાર, NTA અને કેન્દ્ર પાસે માગ્યા આ જવાબ

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
NEET કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો સુપ્રીમનો ઈનકાર, NTA અને કેન્દ્ર પાસે માગ્યા આ જવાબ 1 - image


Image: Facebook

Supreme Court: નીટ યુજી 2024 પરીક્ષા રદ કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી થઈ. જસ્ટિસ વિક્રમ નાથ અને એસ વી એન ભાટીની બેન્ચે ચાર અરજીઓ ટ્રાન્સફર કરનારી એનટીએની અરજી પર સુનાવણી કરી. કોર્ટે કાઉન્સેલિંગ પર રોક લગાવવાથી ઈનકાર કરી દીધો છે. એનટીએએ કહ્યું નોટિસ જારી કરો અને 8 જુલાઈ સુધી જવાબ આપો અને પેન્ડિંગ પિટિશનની સાથે ટેગ કરો.

નીટ યુજીનું કાઉન્સેલિંગ ચાલુ રહેશે

અરજીકર્તાના વકીલે કોર્ટને નીટ યુજી કાઉન્સેલિંગ પર રોક લગાવવાની માગ કરી હતી પરંતુ બેન્ચે તેનાથી ઈનકાર કરી દીધો. બેન્ચે કહ્યું કે અમે આવું કરી રહ્યાં નથી. જો પરીક્ષા જારી રહી તો કાઉન્સેલિંગ પર ચાલુ રહેશે. ચિંતા ન કરો.

મેઘાલયના એગ્ઝામ સેન્ટરના વિદ્યાર્થીઓને પણ 1563ની લિસ્ટમાં સામેલ કરવાની વાત

વકીલે કહ્યું કે આ વિદ્યાર્થી મેઘાલય કેન્દ્રમાં હાજર થયા, તેમણે 45 મિનિટ ગુમાવી છે, તેમને 1563 વિદ્યાર્થીઓનો ભાગ હોવું જોઈએ જેથી તેમને પણ રી-નીટ એગ્ઝામ આપવાની તક મળે. આની પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે યુનિયન અને NTA ને જવાબ આપવા દે. 8 જુલાઈ સુધી જવાબ દાખલ કરવામાં આવે.

હાઈકોર્ટમાં તમામ સુનાવણી પર રોક

વકીલે સુનાવણી દરમિયાન કહ્યું કે અમે હાઈકોર્ટથી સ્ટેની માગ કરી રહ્યાં છીએ. તેની પર બેન્ચે કહ્યું કે આ રીતે સ્ટેની કોઈ જરૂર નથી. અમે પહેલા જ નોટિસ જારી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે નીટ યુજી મામલે હાઈકોર્ટમાં ચાલી રહેલા તમામ મામલા પર રોક લગાવી દીધી છે અને નોટિસ જારી કરી છે. આગામી સુનાવણી 8 જુલાઈએ થશે.

અરજીકર્તાઓએ કહ્યું કે 31થી લઈને 39 સુધી અરજીઓ છે. કોર્ટે બોગસ રેકોર્ડ્સ કોર્ટ સમક્ષ મૂકવાની વાત પણ કરી. હાઈકોર્ટમાં દાખલ અરજીઓના ટ્રાન્સફ મામલે નોટિસ મોકલી છે. કોર્ટે બાકી અન્ય અરજીઓ પર પણ નોટિસ જારી કરી. તમામે 8 જુલાઈ માટે સૂચિબદ્ધ કરવાનો આદેશ આપ્યો છે. બેન્ચે હાઈકોર્ટમાં દાખલ નીટ સંબંધિત તમામ અરજીઓની સુનાવણી પર રોક લગાવી.

0.001 ટકા પણ બેદરકારી થઈ છે, તો તપાસ થશે

આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટે NEET-UG 2024 પરીક્ષા આયોજિત કરવામાં કોઈ પણ બેદરકારી વિરુદ્ધ આકરી કાર્યવાહીની જરૂરિયાત પર જોર આપ્યું. જસ્ટિસ વિક્રમ નાથ અને એસવીએન ભટ્ટીની વેકેશન બેન્ચે ટિપ્પણી કરી, જો કોઈ તરફથી 0.001 ટકા પણ બેદરકારી થઈ છે તો તેનાથી સંપૂર્ણપણે ઉકેલ મેળવવો જોઈએ. આ તમામ મામલાને પ્રતિકૂળ કેસબાજી તરીકે માનવો જોઈએ નહીં.

સરકારની પ્રતિક્રિયા

શિક્ષણ મંત્રાલયે પટનામાં આયોજિત  NEET-UG 2024 પરીક્ષામાં કથિત અનિયમિતતાઓ સંબંધિત બિહાર પોલીસના આર્થિક ગુનાઓના એકમ પાસે વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે. મંત્રાલયે બુધવારે કહ્યું કે ગ્રેસ માર્ક્સની ફાળવણી વિશે ચિંતાઓને સંપૂર્ણ રીતે દૂર કરી દેવાઈ છે.

વાલીઓની ચિંતાઓ

વિદ્યાર્થીઓએ કથિત પેપર લીક, ગ્રેસ માર્ક્સ આપવા અને પરીક્ષા પ્રશ્નોમાં વિસંગતતાઓ સંબંધિત મુદ્દા ઉઠાવ્યાં છે. નવી અરજીઓ પ્રાપ્ત થવા પર સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ જારી કરી અને બે અઠવાડિયાની અંદર જવાબ માગ્યો. આ અરજીઓ પર વર્તમાન અરજીઓની સાથે 8 જુલાઈએ સુનાવણી થશે.


Google NewsGoogle News