Get The App

Pok શું છે ? તેનું ભવિષ્ય શું છે ? અનુચ્છેદ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હવે તે વિષે આગળ શું થશે ?

Updated: Dec 13th, 2023

GS TEAM


Google News
Google News
Pok શું છે ? તેનું ભવિષ્ય શું છે ? અનુચ્છેદ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હવે તે વિષે આગળ શું થશે ? 1 - image


- સહજ રીતે જ Pok ભારતનો 'દ' જ્યુ રે હિસ્સો છે

- મહારાજા હરિસિંઘે 1947 માં જં.કા.નું ભારતમાં વિલીનીકરણ કર્યું ત્યારે અખંડ કાશ્મીર રાજય હતું : Pok ત્યારે ન હતું

નવી દિલ્હી : પાકિસ્તાનના કબ્જા નીચેના કાશ્મીર (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર= Pok) જેને પાકિસ્તાન કથિત રીતે 'આઝાદ-કાશ્મીર' કહે છે, તે ૧૯૪૭ થી ભારત-પાકિસ્તાન વચ્ચે એક સમયનો મુદો રહ્યો છે. કેન્દ્રીય-ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સંસદમાં કહ્યું હતું કે ''પ્રી. પો. કે. ભારતનો જ ભાગ છે, તેને આપણાથી કોઈ અલગ પાડી શકે તેમ નથી.''

વાસ્તવમાં અત્યારે જેને પાકિસ્તાને ''આઝાદ-કાશ્મીર'' જેવું નામ આપ્યું છે. તે ૧૯૪૭ ની ૧૫મી ઓગસ્ટે ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીર રાજ્યનો જ એક ભાગ હતું. પરંતુ ઓકટોબર ૧૯૪૭ માં પાકિસ્તાની સેના દ્વારા 'ક્લાઈવીરો' તરીકે હુમલો કરી કાશ્મીર રાજ્યને પોતાનામાં ભેળવી દેવા પ્રયત્ન કર્યો. પાકિસ્તાનની સેના સામે કાશ્મીરની પોલીસ ટકી શકે તેમ ન હતી. તે શ્રીનગરથી ૪૦ માઈલ દુર સુધી પહોંચી ત્યારે હરસિંહે ભારતની મદદ માગી ત્યારે સરદારે તત્કાળ એક ક્રાફટ્સ પણ 'રેક્વિઝિટ' કરી સેનાને પેરેડ્રોમ દ્વારા શ્રીનગર પાસે ઉતારી ત્યારે પાકિસ્તાની સેના શ્રીનગરથી ૩૬ માઈલ જ દૂર હતી. ત્યાંથી તેને મારતા મારતા તગેડી છેક ઊરી સેકટર સુધી હઠાવી દીધી. ત્યારે નહેરૂ યુનોમાં દોડી જતા 'યુદ્ધ વિરામ' થયો ત્યારથી તે પ્રદેશ અને ગિલ્ગીટ-બાલીસ્તાન પાકિસ્તાનના હાથમાં રહ્યા ત્યારે પાકિસ્તાને તે કહેવાતા 'આઝાદ-કાશ્મીર'ના પાટનગર તરીકે મુઝહરાબાદ સ્થાયી ત્યાં કહેવાની ''આઝાદ-કાશ્મીર-સરકાર'' રચી ત્યાં પ્રમુખ પણ બનાવ્યા, વડાપ્રધાન પણ બનાવ્યા, મંત્રીમંડળ પણ રહ્યું.

આ પછી ''ટ્રાન્સ-કારાકોરમ ટ્રેકટ'' જેમાં બાલીસ્તાનથી રાજય-ગામ અને ગિલ્ટીટનું આવેલું છે. તે પટ્ટી પાકિસ્તાને ૧૯૬૩ માં ચીનને આપી દીધી. તેના બદલામાં ચીને કારાકોરમ રાજ-માર્ગનું નિર્માણ કરવા સાથે પાકિસ્તાનને સહાય કરવાનું વચન પણ આપ્યું.

કહેવાતા 'આઝાદ-કાશ્મીર'માં જે સરકાર છે, તે તદ્દન શક્તિહીન છે. તે પાકિસ્તાનની 'કઠ-પૂતળી' છે.

સૌથી વધુ મહત્વની વાત તે છે કે તે કહેવાતા ''આઝાદ-કાશ્મીર''ને ઉત્તરે ચીન અને અફઘાનિસ્તાનની સરહદ સ્પર્શે છે. પશ્ચિમે પાકિસ્તાનની સરહદ છે. પૂર્વે ભારત છે. ગિલ્ગીટ બાલીસ્તાનમાં દક્ષિણે ભારત છે.

બ્રિટીશ ઈન્ડીયા સમયે જમ્મુ-કાશ્મીરનું દેશી-રજવાડું હતું. ત્યારે તો અખંડ કાશ્મીર હતું. બ્રિટનથી ભારત આઝાદ થયું સાથે રજવાડાઓ ઉપરની તેથી ''પ્રભુસત્તા'' પણ ગઈ. પરંતુ ''અખંડ-કાશ્મીર'' રાજય રહ્યું ત્યારે હજી પાકિસ્તાને હુમલો કર્યો ન હતો. Pok પણ રચાયું ન હતું.

મહારાજા હરિસિંહે પોતાના રાજ્યને ભારતીય સંઘમાં વિલીન કર્યું તે સાથે કહેવાતા વર્તમાન 'આઝાદ-કાશ્મીર'ના વિસ્તાર ઉપર પણ ભારતની દ'જ્યુરે-સોર્વેન્ટી હતી જ. (ન્યાયપુર : સરનું સાર્વભૌમત્વ હતું જ) પરંતુ પાકિસ્તાને હુમલો કરી જે પ્રદેશ પચાવી પાડયો, ત્યાં જવા વિદ્યુત માટે ઘણી તક છે. સિંધુમાં મળતી અનેક નદીઓ છે પરંતુ આ ૧૩,૨૯૭ ચો.કિ.ના પ્રદેશના નિવાસીઓ આજે પણ શુદ્ધ પાણી વિનાના રહે છે. વીજળી વિના રહે છે. આજે પણ ત્યાં અનાજ પૂરતું ન મળતા ખાવાના ફાંફાં પડે છે. આ પ્રદેશ ઉપર ચીનનો પ્રભાવ વધી રહ્યો છે. જે ભારત માટે ચિંતાજનક છે.

બે વર્ષ પહેલા એરમાર્શલ અમિત દેવે ભારત સરકારની ઈચ્છા દર્શાવતા કહ્યું : ''સંપુર્ણ કાશ્મીર એક છે. દેશ એક છે. પાકિસ્તાન તેના કબ્જા નીચેના લોકો સાથે ઉચિત વ્યવહાર કરતું નથી.'' આ શબ્દો થોડામાં ઘણું કહી જાય છે.

Tags :