Get The App

ચંડીગઢના મેયર આપના ઉમેદવાર કુલદીપ કુમાર, સુપ્રીમ કોર્ટનો ભાજપને ઝટકો

સુપ્રીમ કોર્ટે ચંડીગઢ મેયરની ચૂંટણીના બેલેટ પેપર અને વીડિયો મંગાવ્યા હતા

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
ચંડીગઢના મેયર આપના ઉમેદવાર કુલદીપ કુમાર, સુપ્રીમ કોર્ટનો ભાજપને ઝટકો 1 - image


Chandigarh Mayor Election: સુપ્રીમ કોર્ટે ચંડીગઢ મેયરની ચૂંટણી પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે આદેશ આપ્યો છે કે મેયરની ચૂંટણીમાં અમાન્ય જાહેર કરાયેલા આઠ બેલેટ પેપર માન્ય ગણવામાં આવશે. જે બાદ આમ આદમી પાર્ટીના કુલદીપ કુમારને મેયર જાહેર કરવામાં આવ્યા હતા.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિઓના મામલાની સુનાવણી કરી. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટ તરફથી બોલાવેલા વકીલોને આઠ ગેરકાયદેસર બેલેટ પેપર બતાવ્યા અને તેમની તપાસ કરી. કોર્ટે સ્વીકાર્યું છે કે આ આઠ મત ગેરકાયદે નથી, પરંતુ માન્ય છે. તેથી આ આઠ મતોની પણ ગણતરી કરવામાં આવશે.

અનિલ મસીહ સામે કાર્યવાહી થશે

સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને અવમાનનાની નોટિસ ફટકારીને તેનો જવાબ માગ્યો છે. કોર્ટે કહ્યું કે,'ચૂંટણી અધિકારીએ અહીં ખોટી માહિતી આપી. તેથી તેને  અવમાનના દોષી ઠેરવામાં આવે છે અને તેની સામે CRPC 340 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે'

સુપ્રીમ કોર્ટે બેલેટ પેપર અને મતગણતરીનો વીડિયો મગાવ્યો હતો

સુપ્રીમ કોર્ટમાં સોમવારે થયેલી સુનાવણીમાં રિટર્નિંગ ઓફિસરે અનિલ મસીહે કબૂલાત કરી હતી કે તેણે જ બેલેટ પેપર પર ક્રોસના નિશાન લગાવ્યા હતા. રિટર્નિંગ ઓફિસરની પૂછપરછ કર્યા બાદ કોર્ટે મતગણતરીનો વીડિયો અને ચૂંટણી સંબંધિત દસ્તાવેજો મગાવ્યા હતા, જે કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. રિટર્નિંગ ઓફિસરના વીડિયો અને બેલેટ પેપર પણ કોર્ટ રૂમમાં જમા કરાવવામાં આવ્યા હતા.

બેલેટ પેપર સાથે છેડછાડનો આરોપ 

ચંડીગઢ મેયરની ચૂંટણીમાં બીજેપીના મનોજ સોનકરે 16 મતથી જીત મેળવી હતી. તેમણે આમ આદમી પાર્ટી-કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર કુલદીપ કુમારને હરાવ્યા, જેમને 12 મત મળ્યા હતા. રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહે ગઠબંધનના ભાગીદારોના આઠ મત અમાન્ય જાહેર કરતાં આ મામલે વિવાદ સર્જાયો હતો. જે બાદ બેલેટ પેપરમાં છેડછાડના આક્ષેપો થવા લાગ્યા હતા.

ચૂંટણી બાદ આ વીડિયો વાયરલ થયો હતો

ચંડીગઢ મેયરની ચૂંટણી પછી એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રિટર્નિંગ ઓફિસરે અનિલ મસીહેને AAP કાઉન્સિલરો માટે પડેલા બેલેટ પેપર પર ક્રોસના નિશાન કરતા જોવા મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે 5મી ફેબ્રુઆરીએ સુનાવણી દરમિયાન આ ઘટનાની નિંદા કરી હતી અને લોકશાહીની મજાક ગણાવી હતી.



Google NewsGoogle News