સુપ્રીમકોર્ટના 'જમાદાર' હવે 'સુપરવાઈઝર' તરીકે ઓળખાશે, સીજેઆઈએ 60 વર્ષ જૂનો નિયમ બદલ્યો
ખાસ વાત એ છે કે નવો નિયમ ફ્લોર અને સફાઈકર્મીની શ્રેણીના પદો પર લાગુ થશે
સીજેઆઈ ચંદ્રચૂડે કેસ લડવા ઉપરાંત વિવાદ ઉકેલવા માટે એક રીતે મધ્યસ્થતાને અપનાવવા અને પ્રોત્સાહિત કરવાની પણ ભલામણ કરી હતી
image : Twitter |
ભારતના મુખ્ય ન્યાયાધીશ(CJI)ડી.વાય.ચંદ્રચૂડે 6 દાયકા કરતા પણ વધારે જૂન નિયમમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. તેની સાથે જ હવે સુપ્રીમકોર્ટમાં જમાદારના પદે તહેનાત કર્મચારીઓને સુપરવાઈઝર કહેવાશે. ખાસ વાત એ છે કે નવો નિયમ ફ્લોર અને સફાઈકર્મીની શ્રેણીના પદો પર લાગુ થશે. શનિવારે આ ફેરફારના સંબંધમાં નોટિફિકેશન જાહેર કરાઈ હતી.
જમાદાર ઔપનિવેશક કાળથી વપરાતો શબ્દ છે
સીજેઆઈ ચંદ્રચૂડે The supreme court officers and servants(Condition of service and conduct) Rules 1961માં સુધારો કર્યો છે. ખરેખર જમાદાર ઔપનિવેશક કાળથી વપરાતો શબ્દ છે. તેના માધ્યમથી ઓફિસની સફાઈની જવાબદારી સંભાળના કર્મચારીઓને સંબોધિત કરવામાં આવે છે.
વિવાદ ઉકેલવા મધ્યસ્થતાની ભલામણ કરી
સીજેઆઈ ચંદ્રચૂડે કેસ લડવા ઉપરાંત વિવાદ ઉકેલવા માટે એક રીતે મધ્યસ્થતાને અપનાવવા અને પ્રોત્સાહિત કરવાની પણ ભલામણ કરી હતી અને કહ્યું હતું કે તેનાથી કોર્ટનું ભારણ ઘટશે અને તેમાં પ્રતિકૂળ નિર્ણયની જગ્યાએ સહયોગી નિર્ણય ઉપલબ્ધ કરાવવાની ક્ષમતા પણ છે.