Get The App

જાતિ પ્રમાણપત્ર કૌભાંડના કેસમાં બે હાઈકોર્ટ જજ વચ્ચે તકરાર, સુપ્રીમ કોર્ટે કહ્યું- 'કેસ અમે હેન્ડલ કરીશું...'

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ નિર્ણય લીધો

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
જાતિ પ્રમાણપત્ર કૌભાંડના કેસમાં બે હાઈકોર્ટ જજ વચ્ચે તકરાર, સુપ્રીમ કોર્ટે કહ્યું- 'કેસ અમે હેન્ડલ કરીશું...' 1 - image


Supreme Court: કલકાતા હાઈકોર્ટના બે જજ જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય અને જસ્ટિસ સોમેન સેન વચ્ચેની તકરાર પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બે જજ વચ્ચે મતભેદ ઊભો કરવનાર જાતિ પ્રમાણપત્ર કૌભાંડના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ જ કરશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ નિર્ણય લીધો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું, 'જો આપણે સિંગલ બેંચ અથવા ડિવિઝન બેન્ચ પર કંઈક કહીશું તો તે યોગ્ય નહીં હોય. તેનાથી હાઈકોર્ટની ગરિમાને અસર થશે. આ કેસને અમારી રીતે હેન્ડલ કરીશું.'

શું છે મામલો?

કોલકાતા હાઈકોર્ટના જજ જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે આરોપ લગાવ્યા છે કે તેમના સહયોગી જજ સોમેન સેન એક રાજકીય પાર્ટી માટે કામ કરી રહ્યા છે. જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયની અધ્યક્ષતા વાળી એકલ જજ પીઠે મેડિકલ એડમિશનમાં કથિત અનિયમિતતા મામલે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા. જેના પર જસ્ટિસ સોમેન સેનની અધ્યક્ષતા વાળી ડિવિઝન બેન્ચે રોક લગાવી દીધી હતી. જેના પર જસ્ટિસ અભિજીતે ડિવિઝન બેન્ચના સીબીઆઈ તપાસના આદેશ પર રોકનો આદેશ છતા સીબીઆઈ તપાસના આદેશ આપ્યા, સાથે જ સુપ્રીમ કોર્ટને પણ આ મામલાને જોવાની અપીલ કરી હતી.

જસ્ટિસ ગંગોપાધ્યાયે એ પણ સવાલ કર્યા છે કે જસ્ટિસ સોમેન સેનને સુપ્રીમ કોર્ટ કોલેજિયમને વર્ષ 2021માં જ ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી, પરંતુ તેમ છતા જસ્ટિસ સોમેન સેન અત્યાર સુધી કોલકાતા હાઈકોર્ટમાં કેમ છે? જસ્ટિસ ગંગોપાધ્યાયે જસ્ટિસ સોમેન સેનની ચેડનો પણ ખુલાસો કર્યો, જેમાં તેમણે જસ્ટિસ અમૃતા સિન્હાને પોતાના ચેમ્બરમાં બોલાવીને કહ્યું હતું કે,'અભિષેક બેનરજીનું રાજનૈતિક ભવિષ્ય છે અને તેમને હેરાન ન કરવા જોઈએ.' જસ્ટિસ સિન્હાએ કોલકાત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આ મામલાની માહિતી આપી હતી. કોલકાતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસે બાદમાં તેની માહિતી દેશના મુખ્ય ન્યાયાધીશને પણ આપી હતી.


Google NewsGoogle News