'...તો લાડલી બહેન યોજના બંધ કરી દઈશું', સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારનો કેમ ઉધડો લઈ નાખ્યો?
Supreme Court on Maharashtra Government: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ફટકાર લગાવીને ચેતવણી પણ આપી હતી કે 'અમે લાડલી બેહન યોજના અને મફત જેવી અન્ય ઘણી યોજનાઓ પર રોક લગાવી દઈશું.' સુુપ્રીમ કોર્ટે જમીન અધિગ્રહણના છ દાયકા જુના મામલે રાજ્ય સરકારને ઠપકો આપ્યો હતો.
શું છે મામલો?
સુપ્રીમ કોર્ટે વર્ષો જુનો પડતર જમીનના મામલે મહારાષ્ટ્ર સરકારને ઉધડો લઈ નાખી હતી. સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવીને કહ્યું હતું કે 'જો જમીન અધિગ્રહણ માટે વળતર આપવામાં આવશે નહીં તો અમે (કોર્ટ) લાડલી બહેન જેવી અન્ય ઘણી યોજનાઓ બંધ કરી દઈશું. નોંધનીય છેકે જમીન જમીન અધિગ્રહણનો આ મામલો લગભગ 6 દાયકા જૂનો છે.' આ મામલો એવો છેકે રાજ્યએ લગભગ છ દાયકા પહેલાં વ્યક્તિની મિલકત ગેરકાયદે રીતે કબજે કરી લીધી હતી અને બદલામાં તેમને નોટીફાઈડ (સૂચિત) ફોરેસ્ટ જમીન ફાળવી દેવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટની ચેતવણી
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ચેતવણી આપીને ઠપકો આપીને કહ્યું હતું કે 'જો જમીન ગુમાવનાર વ્યક્તિને યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો ગેરકાયદે અધિગ્રહણ કરેલી જમીન પર બાંધવામાં આવેલા બાંધકામોને તોડી પાડવામાં આવશે.' આ ઉપરાંત સુનાવણી દરમિયાન જસ્ટીસે કહ્યું કે 'જો અમને રકમ યોગ્ય નહીં લાગે તો અમે સ્ટ્રક્ચર તોડી પાડવા માટે સૂચના આપીશું. યોગ્ય ભાવનો આંકડો લઈને આવો તેમજ તમારા મુખ્ય સચિવને મુખ્યમંત્રી સાથે વાત કરવાનું પણ કહો નહીંતર અમે તમામ યોજનાઓ બંધ કરી દઈશું.'