'તલાક બાદ મુસ્લિમ મહિલા ગુજરાન ભથ્થું માગી શકે...' સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
Supreme Court complex
Image : IANS ( file pic)

Supreme Court: સુપ્રીમ કોર્ટના ચુકાદાથી એવી મુસ્લિમ મહિલાઓને મોટી રાહત મળી છે જેમના તલાક થઈ ગયા છે. કોર્ટે બુધવારે ચુકાદામાં કહ્યું કે મુસ્લિમ મહિલાઓ તેમના પતિ વિરુદ્ધ સીઆરપીસીની કલમ 125 હેઠળ ભરણ-પોષણ માટે અરજી દાખલ કરી શકે છે. 

બે જજોની બેન્ચે આપ્યો ચુકાદો 

જસ્ટિસ બી.વી.નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહે અલગ અલગ પણ એક જેવો જ ચુકાદો આપ્યો હતો. દેશની સૌથી મોટી કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે અમુક પતિ એવા તથ્યથી વાકેફ નથી કે પત્ની એક ગૃહિણી હોય છે પણ આ હોમ મેકર્સની ઓળખ ભાવનાત્મક અને અન્ય રીતે તેમના પર જ નિર્ભર હોય છે. 

ચુકાદામાં કોર્ટે શું કહ્યું? 

કોર્ટે કહ્યું કે એક ભારતીય વિવાહિત મહિલાએ એ તથ્ય પ્રત્યે સાવચેત થવાની જરૂર છે જે આર્થિક રીતે સ્વતંત્ર નથી. આ પ્રકારના આદેશથી સશક્તિકરણનો અર્થ એ છે કે તેમની સંસાધનો સુધી પહોંચ જળવાઈ રહે. અમે અમારા ચુકાદામાં 2019ના કાયદા હેઠળ ગેરકાયદે તલાકના પાસાઓ પણ ઉમેર્યા છે. અમારો નિષ્કર્ષ છે કે સીઆરપીસીની કલમ 125 હેઠળ તમામ મહિલાઓ (લિવ ઈન સહિત અન્ય) પર આ ચુકાદો લાગુ પડે, ન કે ફક્ત વિવાહિત મહિલાઓ પર.

આ પણ વાંચો : મહિલાઓને પીરિયડ લીવ આપવી જરૂરી, પરંતુ ફરજિયાત રજાથી મુશ્કેલી સર્જાશે : સુપ્રીમ

મુસ્લિમ યુવકની અરજી ફગાવી 

કોર્ટે એમ પણ કહ્યું કે જો કલમ 125 સીઆરપીસી હેઠળ કેસ લંબિત હોય અને મુસ્લિમ મહિલા તલાક લઇ લે તો તે 2019ના કાયદાનો સહારો લઇ શકે છે. 2019નો કાયદો કલમ 125 સીઆરપીસી હેઠળ વધારાના ઉપાયો પૂરાં પાડે છે. સુપ્રીમ કોર્ટની ડબલ બેનચે એક મુસ્લિમ યુવકની અરજી ફગાવી દીધી હતી. જેમાં સીઆરપીસીની કલમ 125 હેઠળ તેની તલાકશુદા પત્નીની તરફેણમાં વચગાળાના ભરણ-પોષણ આદેશને પડકારાયો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મુસ્લિમ મહિલા (તલાક પર અધિકારોનું સંરક્ષણ) એક્ટ 1986 ની કલમ 125ની જોગવાઈઓને રદ નહીં કરે.

'તલાક બાદ મુસ્લિમ મહિલા ગુજરાન ભથ્થું માગી શકે...' સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો 2 - image


Google NewsGoogle News