ખેડૂત આંદોલનના 93માં દિવસે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- ‘ખેડૂતોની ફરિયાદ નિવારવા રચાશે સમિતિ’

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
Supreme Court


Supreme Court Decision Regarding Farmers Movement: સુપ્રીમ કોર્ટના આદેશને પડકારતી હરિયાણા સરકારની અરજી પર સુનાવણી કરવામાં આવી છે. જેમાં તેમને અંલાબાના નજીક શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા બેરિકેડ્સને એક સપ્તાહની અંદર હટાવવાનું કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આજે (22 ઑગસ્ટ) કહ્યું કે, 'ખેડૂતોની ફરિયાદનું હંમેશા માટે સૌહાર્દપૂર્ણ ઉકેલ શોધવા માટે ટૂંક સમયમાં બહુ-સદસ્ય સમિતિની રચના કરશે. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે કેસની આગામી સુનાવણી માટે 2 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે. તેમજ પંજાબ અને હરિયાણાની સરકારોને ખેડૂતોના પ્રશ્નોની માહિતી સમિતિને આપવા જણાવ્યું હતું.' 

આ પણ વાંચો : કોલકાતા દુષ્કર્મ કેસ: CM મમતા બેનરજીએ PM મોદીને લખ્યો પત્ર, જાણો શું કરી માંગ

સુપ્રીમ કોર્ટ શું કહ્યું?

પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે, 12 ઑગસ્ટના આદેશનું પાલન કરીને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે બેઠક કરી હતી. જેમાં તેઓ અવરોધિત હાઇવેને આંશિક રીતે ખોલવા માટે સંમત થયા હતા. બેન્ચે પંજાબ અને હરિયાણાની સરકારને કહ્યું કે, 'તેઓ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરતાં રહે અને હાઈવે પરથી તેમના ટ્રેક્ટર અને ટ્રોલી હટાવવા માટે રાજી કરો.' અગાઉ 12 ઑગસ્ટે સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને કહ્યું હતું કે, '13 ફેબ્રુઆરીથી શંભૂ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને હાઈવે પરથી ટ્રેક્ટર અને ટ્રોલી હટાવવા માટે રાજી કરો, હાઈવે પાર્કિંગ સ્થળ નથી.'

સેતલવાડને મલેશિયા જવા માટે શરતી મંજૂરી

સુપ્રીમ કોર્ટે આજે (22 ઑગસ્ટ) સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને કોન્ફરન્સ માટે 31 ઑગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી મલેશિયા જવાની મંજૂરી આપી હતી અને તેના પર લાદવામાં આવેલા 10 લાખ રૂપિયાના બોન્ડની રકમ જમા કરાવવાની શરતમાં સુધારો કર્યો હતો. કોર્ટે 20 ઑગસ્ટે સીતલવાડને 11 દિવસ માટે મલેશિયાના સેલંગોરના પ્રવાસ માટે મંજૂરી આપી છે. જ્યારે સુપ્રીમ કોર્ટે 2002માં ગોધરા કાંડ પછી નિર્દોષ લોકોને ફસાવવા માટે કથિત રીત દસ્તાવેજ તૈયાર કરવા મામલે તીસ્તાને ગયા વર્ષે જુલાઈમાં નિયમિત જામીન આપ્યાં હતા.

નિર્ધારિત સમય પર ભારત પાછા ફરશે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'સેતલવાડ સુપ્રીમ કોર્ટ સમક્ષ એક પ્રતિબદ્ધતા દાખલ કરશે કે, તે નિર્ધારિત સમય પર ભારત પાછા ફરશે અને કેસનો સામનો કરશે. જ્યારે અમદાવાદ સેશન્સ કોર્ટની સંતુષ્ટિ માટે તે રૂ.10 લાખના બોન્ડ પણ જમા કરાવશે.' સીતલવાડના વકિલે જસ્ટિસ બી.આર. ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. બેન્ચમાં જસ્ટિસ પી. કે. મિશ્રા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથન પણ સામેલ હતા. વકીલે બેન્ચને જામીન આપવાની શરતમાં સુધારો કરવાની વિનંતી કરતા કહ્યું કે, 'તેમાં ઘણો સમય લાગશે.'

આ પણ વાંચો : હવે કાજી નહીં, સરકાર કરશે મુસ્લિમ મેરેજ અને તલાકનું રજિસ્ટ્રેશન, આ રાજ્ય કાયદો લાવવાની તૈયારીમાં

સેતલવાડની વિનંતીનો વિરોધ કર્યો નથી

બેન્ચે સંજ્ઞાન લીધું હતું કે, ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કે. એમ. નટરાજે જામીનની શરતો બદલવાની સેતલવાડની વિનંતીનો વિરોધ કર્યો ન હતો. કોર્ટે કહ્યું કે, 'કાયદા અધિકારીએ કહ્યું છે કે, તેની હાજરી સુનિશ્ચિત કરવા માટે પૂરતી શરતો લગાવવામાં આવે.'

ખેડૂત આંદોલનના 93માં દિવસે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- ‘ખેડૂતોની ફરિયાદ નિવારવા રચાશે સમિતિ’ 2 - image


Google NewsGoogle News