દરેક વસ્તુની કોઈ લિમિટ હોય...' વર્શિપ એક્ટ કેસમાં વધતી જતી PIL પર સુપ્રીમકોર્ટ ભડકી
worship act : વર્શિપ એક્ટ કેસમાં વધતી PIL પર સુપ્રીમકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને ચીફ જસ્ટિસ પીવી સંજય કુમારની બેન્ચે આવી અરજીઓને સીમિત કરવા માટે ભાર મુક્યો છે. બેન્ચે કહ્યું કે, અરજી દાખલ કરવાની એક મર્યાદા છે. આજે અમે પૂજા સ્થાનો અધિનિયમ કેસની સુનાવણી નહીં કરીએ. આ ત્રણ ન્યાયાધીશોની બેન્ચનો મામલો છે. ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ મામલો માર્ચમાં કોઈક સમયે સૂચિબદ્ધ કરવામાં આવશે. નોંધનીય છે કે, 1991નો પૂજા સ્થાનો અધિનિયમ 15 ઓગસ્ટ 1947ના રોજ સ્થાપિત ધાર્મિક સ્થળના તત્કાલીન સ્વરૂપને જાળવવાની જોગવાઈ કરે છે.
આ પણ વાંચો: 17 પ્લોટ, 18 બૅન્ક અકાઉન્ટ અને અઢળક સંપત્તિ: સરકારી એન્જિનિયરને ત્યાં કાળી કમાણીનો ખજાનો
આ મામલે કેટલાક રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા હસ્તક્ષેપની અપીલ પર આધારિત છે. જેમાં કોંગ્રેસ, માર્ક્સવાદી-લેનિનવાદી પાર્ટી (CPI(ML)), જમિયત ઉલેમા-એ-હિંદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીનો સમાવેશ થાય છે. આ પક્ષોએ તે પૂજા કાયદાની જોગવાઈઓને પડકારતી અરજીઓનો વિરોધ કર્યો છે.
આવો હતો 12 ડિસેમ્બરનો આદેશ
સર્વોચ્ચ અદાલતે 12 ડિસેમ્બર, 2024 ના રોજ આપેલા આદેશ દ્વારા વિવિધ હિન્દુ પક્ષો દ્વારા દાખલ કરવામાં આવેલા લગભગ 18 દાવાઓમાં કાર્યવાહી રોકી દેવામાં આવી છે. જેમા 10 મસ્જિદોના મૂળ ધાર્મિક ચરિત્ર શોધવા માટે એક સર્વેની માંગ કરવામાં આવી રહી હતી. જેમાં વારાણસીમાં જ્ઞાનવાપી, મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદ અને સંભલમાં શાહી જામા મસ્જિદનો સમાવેશ થાય છે, જ્યાં અથડામણમાં ચાર લોકોનો મોત થયા હતા. એ પછી સુપ્રીમ કોર્ટે બધી અરજીઓની યાદી બનાવી અને સુનાવણી માટે 17 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: તિબેટથી લઈને દિલ્હી-બિહાર સુધી, 17 કલાકમાં 10 વખત ભૂકંપના આંચકા: જાણો કારણ