Get The App

પંજાબમાં સરપંચની ચૂંટણીમાં 3000 ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા સુપ્રીમ કોર્ટ આશ્ચર્યમાં, આપ્યો આ આદેશ

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
પંજાબમાં સરપંચની ચૂંટણીમાં 3000 ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા સુપ્રીમ કોર્ટ આશ્ચર્યમાં, આપ્યો આ આદેશ 1 - image


Supreme Court On Sarpanch Elections In Punjab : સુપ્રીમ કોર્ટે આજે સોમવારે જણાવ્યું કે, તાજેતરમાં પંજાબમાં થયેલી સરપંચની ચૂંટણીમાં 13 હજાર પંચાયતના ઉમેદવારોમાંથી 3000 બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે કોર્ટે અસંતુષ્ટ ઉમેદવારોને ચૂંટણીને લઈને અરજી કરવાની અનુમતિ આપી છે. જેમાં ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેંચે અનેક ઉમેદવારોના નામાંકન પત્રો નકારવા અને અન્ય ચૂંટણી અનિયમિતતાનો આરોપ લગાવતી અરજી પર નોટિસ જારી કરી હતી. બેંચે કહ્યું કે, પીડિત વ્યક્તિ ચૂંટણી પંચ સમક્ષ અરજી દાખલ કરી શકે છે. જેમાં ચૂંટણી પંચે છ મહિનમાં તેના પર નિર્ણય કરવાનો રહેશે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે ઉમેદવારનો નામાંકન પત્રો નકાર્યા છે અથવા તો ફાડી નાખ્યાં છે, તેઓ પણ પોતાની ફરિયાદ લઈને પંજાબ અથવા હરિયાણા હાઈકોર્ટમાં જઈ શકે છે. જેમાં મર્યાદા અવધિના ભંગના આધારે તેમની અરજીઓ ફગાવી શકાતી નથી. ચીફ જસ્ટિસે કહ્યું કે, અરજીઓનો યોગ્યતાના આધારે નિકાલ થવો જોઈએ. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અમે ઉમેદવારોને અરજી કરવાની અનુમતિ આપીએ છીએ. જેમાં રાજ્ય ચૂંટણી પંચ છ મહિનામાં અરજીઓ પર નિર્ણય કરશે. નિર્ણય લેવામાં મોડુ થશે તો અરજી કરનાર હાઈકોર્ટમાં જઈ શકશે.

આ પણ વાંચો : VIDEO: PM મોદી ઔર અદાણી એક હૈ, તો સૈફ હૈ... મહારાષ્ટ્રના રાજકારણ પર રાહુલ ગાંધીનો કટાક્ષ

પંજાબમાં સરપંચની ચૂંટણીમાં 3000 ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા ચીફ જસ્ટિસે આશ્ચર્ય વ્યક્ત કર્યો અને કહ્યું કે, આ ઘણું અજીબ છે. મે આવા આંકડા ક્યારેય જોયા નથી, આ બહુ મોટી સંખ્યા છે. જ્યારે એક વકીલે તો દાવો કર્યો કે, ચૂંટણી વખતે એક ઉમેદવારનું ચૂંટણી ચિહ્ન હટાવી દેવાયું હતું. સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યો કે, હાઈકોર્ટે અસરગ્રસ્ત પક્ષોના મંતવ્યોને યોગ્ય રીતે સાંભળ્યા વિના સેંકડો અરજીઓને ફગાવી દીધી.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ઠપકો આપ્યો, કહ્યું- ‘પ્રદૂષણ રોકવામાં વિલંબ કર્યો, હવે કોર્ટને પૂછ્યા વિના...’

બેંચે 18 ઑક્ટોબરે સુનિતા રાની અને અન્યો દ્વારા 15 ઑક્ટોબરે યોજાયેલી પંચાયત ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવતી અરજી પર નોટિસ જારી કરી હતી.



Google NewsGoogle News