કોલકાતા હાઈકોર્ટના બે જજ વચ્ચે બબાલ મામલે આજે સુપ્રીમ કોર્ટ કરશે વિશેષ સુનાવણી
Calcutta High Court : કોલકાતા હાઈકોર્ટના જજ વિરૂદ્ધ જજ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે વિશેષ સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટ, કોલકાતા હાઈકોર્ટના જજ અભિજીત ગંગોપાધ્યાયના અન્ય જજ પર લગાવાયેલા આરોપો પર સંજ્ઞાન લઈને સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરી રહ્યું છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડ સહિત પાંચ જજોની પીઠ આ મામલે સુનાવણી કરશે. આ સુનાવણી સવારે 10 વાગ્યે શરૂ થશે.
શું છે મામલો?
કોલકાતા હાઈકોર્ટના જજ જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે આરોપ લગાવ્યા છે કે તેમના સહયોગી જજ સોમેન સેન એક રાજકીય પાર્ટી માટે કામ કરી રહ્યા છે. જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયની અધ્યક્ષતા વાળી એકલ જજ પીઠે મેડિકલ એડમિશનમાં કથિત અનિયમિતતા મામલે સીબીઆઈ તપાસના આદેસ આપ્યા હતા. જેના પર જસ્ટિસ સોમેન સેનની અધ્યક્ષતા વાળી ડિવીઝન બેન્ચે રોક લગાવી દીધી હતી. જેના પર જસ્ટિસ અભિજીતે ડિવીઝન બેન્ચના સીબીઆઈ તપાસના આદેશ પર રોકનો આદેશ છતા સીબીઆઈ તપાસના આદેશ આપ્યા, સાથે જ સુપ્રીમ કોર્ટને પણ આ મામલાને જોવાની અપીલ કરી હતી. જ્યારબાદ હવે સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરશે.
જસ્ટિસ ગંગોપાધ્યાયે એ પણ સવાલ કર્યા છે કે જસ્ટિસ સોમેન સેનને સુપ્રીમ કોર્ટ કોલેજિયમને વર્ષ 2021માં જ ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી, પરંતુ તેમ છતા જસ્ટિસ સોમેન સેન અત્યાર સુધી કોલકાતા હાઈકોર્ટમાં કેમ છે? જસ્ટિસ ગંગોપાધ્યાયે જસ્ટિસ સોમેન સેનની એક કથિત ખાનગી ચેડનો પણ ખુલાસો કર્યો, જેમાં તેમણે જસ્ટિસ અમૃતા સિન્હાને પોતાના ચેમ્બરમાં બોલાવીને કહ્યું હતું કે, અભિષેક બેનર્જીનું રાજનીતિક ભવિષ્ય છે અને તેમને હેરાન ન કરવા જોઈએ. જસ્ટિસ સિન્હાએ કોલકાતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આ મામલાની માહિતી આપી હતી. કોલકાતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસે બાદમાં તેની માહિતી દેશના મુખ્ય ન્યાયાધીશને પણ આપી હતી.