Get The App

EDનું વલણ અહંકારી-અમાનવીય, એક વ્યક્તિની 15 કલાક પૂછપરછ પર ભડકી સુપ્રીમ કોર્ટ

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
Supreme Court On ED


Supreme Court On ED: સુપ્રીમ કોર્ટે દેશમાં મની લોન્ડરિંગ સંબંધિત મુદ્દાઓની તપાસ કરતી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે ઈડીની પૂછપરછની પદ્ધતિઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે અડધી રાત પછી પણ લગભગ 15 કલાક સુધી એક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે તેને અહંકારી અને અમાનવીય વર્તન ગણાવ્યું છે. જસ્ટિસ અભય એસ. ઓકા અને ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે જણાવ્યું હતું કે, 'તે સ્પષ્ટ છે કે એજન્સી વાસ્તવમાં વ્યક્તિને નિવેદન આપવા માટે દબાણ કરી રહી હતી અને આ ખૂબ જ આઘાતજનક સ્થિતિ છે.'

જાણો શું છે મામલો

સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ખનન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર પંવારની ધરપકડ રદ કરવાના ઈડીના નિર્ણયને અખંડ રાખ્યું હતું. લગભગ 15 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ ઈડીએ જુલાઈમાં રાત્રે 1:40 વાગ્યે પંવારની ધરપકડ કરી હતી. જો કે, સપ્ટેમ્બરમાં પંજાબ અને હરિયાણા કોર્ટે તેની ધરપકડ રદ કરી હતી. આ પછી એજન્સીએ આ આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચો: અમેરિકામાં મોટી દુર્ઘટના, ટેક ઓફ કરતાં જ ઈમારત સાથે ટકરાયું વિમાન, 2નાં મોત, 18 ઈજાગ્રસ્ત


EDએ દલીલો કરી હતી

અહેવાલો અનુસાર, ઈડી વતી સ્પષ્ટતા આપતા વકીલ ઝોહેબ હુસૈને જણાવ્યું હતું કે, 'હાઈકોર્ટે પોતાના આદેશમાં ખોટી રીતે નોંધ્યું છે કે પંવારની સતત 14 કલાક અને 40 મિનિટ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેને ડિનર બ્રેક આપવામાં આવ્યો હતો. એજન્સીનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરીને પ્રક્રિયામાં સુધારો કરવાનો છે કે વહેલી સવારે લોકોની પૂછપરછ ન થાય.' ઈડીની દલીલને ફગાવી દેતાં બેન્ચે પૂછ્યું કે, 'એજન્સી કોઈ વ્યક્તિને આટલા લાંબા સમય સુધી વિરામ વિના પૂછપરછ કરીને કેવી રીતે ત્રાસ આપી શકે.'

EDનું વલણ અહંકારી-અમાનવીય, એક વ્યક્તિની 15 કલાક પૂછપરછ પર ભડકી સુપ્રીમ કોર્ટ 2 - image


Google NewsGoogle News