Get The App

શું શાળાઓમાં સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ અને કાયદાકીય શિક્ષણ અપાય છે ? સુપ્રીમ કોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
શું શાળાઓમાં સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ અને કાયદાકીય શિક્ષણ અપાય છે ? સુપ્રીમ કોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ 1 - image


Self Defense In Schools : સુપ્રીમ કોર્ટે સોમવારે એક અરજી પર કેન્દ્ર અને અન્ય લોકો પાસેથી જવાબ માંગ્યો હતો, જેમાં સ્કુલોના અભ્યાસક્રમમાં કાયદાકીય શિક્ષણ અને સ્વ-બચાવ તાલીમ (સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ)ને ફરજિયાત બનાવવાની માંગ કરી હતી. જસ્ટિસ બી. આર. ગાવઇ અને કે. જસ્ટિસ વી. વિશ્વનાથનની ખંડપીઠે કેન્દ્ર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચાર અઠવાડિયામાં અરજીનો જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે. 

અરજી દાખલ કરનાર દિલ્હીની રહેવાસી ગીતા રાનીનું કહેવું છે કે, "જો બાળકો તેમના અધિકારો વિશે માહિતી નહીં હોય તો, તો તે અધિકારોનો કોઈ મતલબ નથી."

મૂળભૂત અધિકારોનું મહત્ત્વ સમજાવ્યું

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દરેક નાગરિક માટે તેમના મૂળભૂત અધિકારો શું છે તે જાણવું જરૂરી છે, જેથી તેઓ તેનો યોગ્ય રીતે અમલ કરી શકે અને પોતાની જાતનું રક્ષણ કરી શકે. તેના માટે  શાળાના અભ્યાસક્રમમાં કાયદાકીય શિક્ષણનો સમાવેશ કરવો અને આત્મ-રક્ષણ તાલીમને પ્રોત્સાહન આપવું જરૂરી છે, જેથી કરીને બાળકો કોઈપણ અણધાર્યા જોખમથી પોતાની જાતને સુરક્ષિત કરી શકે.

અરજીમાં NCRBના રિપોર્ટનો ઉલ્લેખ કરાયો

અરજીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના “ક્રાઈમ ઈન ઈન્ડિયા 2022” શીર્ષકના અહેવાલ મુજબ 2022માં બાળકો વિરુદ્ધ 1.62 લાખ ગુના નોંધાયા હતા, જે 2021ની સરખામણીમાં 8.7 ટકા વધુ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કાયદાકીય શિક્ષણ અને સ્વ-બચાવની તાલીમ અપરાધ નિવારણમાં અને બાળકોને હિંસાથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આ સાથે અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતે યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ રાઈટ્સ ઓફ ધ ચાઈલ્ડ (UNCRC) પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ દેશની જવાબદારી છે કે, તે બાળકોને દરેક પ્રકારની હિંસા અને શોષણથી સુરક્ષિત કરે.


Google NewsGoogle News