Get The App

'કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ સંઘર્ષ ન થવો જોઈએ', સુપ્રીમ કોર્ટે દુષ્કાળ રાહત ફંડ મામલે સુનાવણી કરી

Updated: Apr 8th, 2024


Google News
Google News
'કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ સંઘર્ષ ન થવો જોઈએ', સુપ્રીમ કોર્ટે દુષ્કાળ રાહત ફંડ મામલે સુનાવણી કરી 1 - image


Relief Fund Case: કેન્દ્ર અને કર્ણાટક સરકારોએ દુષ્કાળ રાહત ફંડ જાહેર ન કરવા અંગે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. જ્યાં કર્ણાટક સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી બે અઠવાડિયામાં જવાબ માગ્યો છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ કહ્યું કે, 'વિવિધ રાજ્ય સરકારો હવે કોર્ટમાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંઘર્ષ ન થવો જોઈએ.' સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારની અરજી પર સુનાવણી કરી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર કેટલાક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિનો સામનો કરવા માટે રાજ્યને નાણાકીય સહાય આપી રહી નથી.

લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન

કર્ણાટક  સરકારે અરજીમાં કહ્યું છે કે, કેન્દ્ર સરકારની મનમાનીના કારણે કર્ણાટકના લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે. રાજ્યને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)ના લાભો રોકવાના કારણે સ્થિતિ વધુ વણસી છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કર્ણાટક સરકાર પર જ સવાલો ઉઠાવ્યા હતા. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, 'અરજી દાખલ કરવાને બદલે રાજ્ય સરકાર કેન્દ્ર સાથે વાતચીત કરી શકી હોત.' તેમણે લોકસભા ચૂંટણી પહેલા પીઆઈએલના સમય પર પણ સવાલો ઉઠાવ્યા હતા. 

અગાઉ તમિલનાડુ સરકારે પણ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો અને આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર કુદરતી આફતોથી થયેલા નુકસાન માટે રાહત ભંડોળ બહાર પાડી રહી નથી.

'કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ સંઘર્ષ ન થવો જોઈએ', સુપ્રીમ કોર્ટે દુષ્કાળ રાહત ફંડ મામલે સુનાવણી કરી 2 - image

Tags :