'નફરત ફેલાવનારા નિવોદનો પર કાર્યવાહી જરૂર થવી જોઈએ', સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે બુધવારે (29 નવેમ્બર) કહ્યું કે, કોઈ પણ અને તમામ પ્રકારના નફરત ભર્યા નિવેદનો સામે કાર્યવાહી જરૂર થવી જોઈએ. કોર્ટની આ ટિપ્પણી ત્યારે આવી જ્યારે તેઓ હેટ સ્પીચના મુદ્દા પર લોકો અને સમૂહો તરફથી દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી ચાલી રહી હતી. કોર્ટે ફેબ્રુઆરીમાં કેટલીક અરજીઓ પર સુનાવણી કરવા પર સહમત થઈ ગઈ છે, જેમાં નફરત ફેલાવનારા નિવેદનો પર નિયંત્રણ લગાવવા માટે એક તંત્રની રચના કરવાની માંગ કરાઈ છે.
જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, અમે નફરત ફેલાવનારા નિવેદનોની સમસ્યાને દેશભરમાં દેખરેખ ન કરી શકીએ. ભારત જેવા મોટા દેશમાં સમસ્યાઓ તો હશે જ પરંતુ સવાલ એ પૂછાવો જોઈએ કે, શું આપણી પાસે તેનાથી લડવા માટે કોઈ વહીવટી તંત્ર છે.
સુનાવણી કરી રહેલી બેન્ચમાં જસ્ટિસ SVN ભટ્ટી પણ સામેલ હતા. કેસને આગામી વર્ષ ફેબ્રુઆરીની સુનાવણી માટે પોસ્ટ કરતા બેન્ચે કહ્યું કે, સમાજને ખબર હોવી જોઈએ કે જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે તો ત્યારબાદ કાર્યવાહી થવી જોઈએ. અમે આ કાર્યવાહીને દેશભરના આધાર પર ન કરી શકીએ, નહીતર દરરોજ અરજીઓ આવતી રહેશે.
2018માં તહસીન પૂનાવાલા મામલે સુપ્રીમ કોર્ટમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ અપાયા હતા અને તેમને ગંભીર ગૂનાઓને રોકવા માટે અને ત્યાં સુધી કે ગુનો દાખલ કરવા માટે જવાબદાર એક નોડલ અધિકારીની નિમણૂંક કરવાના નિર્દેશ પણ આપ્યા હતા.
આ પહેલા એપ્રિલમાં દેશના ધર્મનિરપેક્ષ ચરિત્રને સંરક્ષિત કરવાના મહત્વ પર ભારત આપતા કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ અધિકારીઓને કોઈ પણ ધર્મના લોકો તરફથી અપાયેલા નફરત ભર્યા નિવેદનો વિરૂદ્ધ સ્વતઃ સંજ્ઞાન લઈને કેસ દાખલ કરવાના નિર્દેસ આપ્યા હતા, સાથે જ નિર્દેશનું પાલન ન થવા પર અવમાનનાની કાર્યવાહીની ચેતવણી આપી હતી.