Get The App

અનામતનો લાભ ઉઠાવવા માટે ધર્માંતરણ કરવું, તે બંધારણ સાથે દગો : સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
અનામતનો લાભ ઉઠાવવા માટે ધર્માંતરણ કરવું, તે બંધારણ સાથે દગો : સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી 1 - image


Supreme Court Rules Against Religious Conversion : સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તનને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અનામતનો લાભ લેવા માટે કોઈપણ ધર્મ પર સાચા વિશ્વાસ વિના ધર્માંતરણ કરવું એ બંધારણ સાથે વિશ્વાસઘાત છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પંકજ મિથલ અને આર મહાદેવનની બેન્ચે 26 નવેમ્બરે આ સંબંધિત કેસની સુનાવણી કરી હતી. હકીકતમાં આ આખો મામલો એક મહિલા સી. સેલવારાણી સાથે જોડાયેલો છે, જેને એક ખ્રિસ્તી માતાએ જન્મ આપ્યો હતો, જોકે તેના પિતા હિંદુ હતા અને વલ્લુવન જાતિના હતા, જે અનુસૂચિત જાતિમાંથી આવે છે. સેલવરાનીની આસ્થા શરૂઆતથી જ ખ્રિસ્તી રહી હતી, પરંતુ 2015માં, તેણીએ હિંદુ હોવાનો દાવો કર્યો હતો અને પુડુચેરીમાં ઉચ્ચ વિભાગીય ક્લાર્કની પોસ્ટ માટે અરજી કરતી વખતે તેના માટે SC શર્ટીફિકેટની માંગણી કરી હતી.

સેલવરાનીની અરજી ફગાવી દીધી 

આ મામલે બે જજની બેન્ચે સેલવરાનીની અરજી ફગાવી દીધી હતી. અને મદ્રાસ હાઈકોર્ટના 24 જાન્યુઆરીના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ કેસમાં હાઈકોર્ટે અનુસૂચિત જાતિ સંબંધિત પ્રમાણપત્રની માંગ કરતી સેલવરાનીની અરજી ફગાવી દીધી હતી.

તો અનામત નીતિનો અને સામાજિક લોકોચારનો ઉદ્દેશ્ય ખત્મ થઈ જશે

જસ્ટિસ મહાદેવને આ કેસમાં બેન્ચ વતી 21 પાનાનો ચુકાદો લખ્યો હતો. આમાં તેમણે અન્ય ધર્મ અપનાવનારાઓ વિશે પણ ટિપ્પણી કરી હતી. ન્યાયાધીશોએ લખ્યું, "ઘણા લોકો ધર્મોના સિદ્ધાંતો અને માન્યતાઓથી પ્રભાવિત થઈને તે ધર્મને અપનાવી લેતા હોય છે. જો કે, જો ધર્માંતરણ માત્ર આરક્ષણનો લાભ લેવા માટે હોય અને તમને તેમાં વિશ્વાસ ન હોય, તો તેને મંજૂરી આપી શકાય નહીં. કારણ કે, આ આપીને ખોટા હેતુઓ ધરાવનારાઓને અનામતનો લાભ આપી અનામત નીતિનો અને સામાજિક લોકોચારનો ઉદ્દેશ્ય ખત્મ થઈ જશે."

આ સાથે કોર્ટે ખ્રિસ્તી ધર્મનું પાલન કરતી મહિલાને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે આવું કરવું બંધારણ સાથે વિશ્વાસઘાત સમાન છે.

આ ઉપરાંત કોર્ટને જાણ્યું કે, કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા પુરાવા સ્પષ્ટપણે દર્શાવે છે કે અરજદાર ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે અને નિયમિતપણે ચર્ચમાં પણ જાય છે. આ હોવા છતાં તે માત્ર નોકરી મેળવવા માટે હિંદુ હોવાનો દાવો કરે છે અને SC સમુદાયનું  પ્રમાણપત્રની માંગ કરે છે. આવા બેવડા દાવાઓને સમર્થન આપી શકાય નહીં અને તે પોતાની જાતને હિન્દુ તરીકે પણ ઓળખ ન આપી શકે. 



Google NewsGoogle News