નીતિશ કુમારને 'સુપ્રીમ' ઝટકો, અનામતનો દાયરો 50% જ રહેશે, હાઇકોર્ટના નિર્ણય પર સ્ટેનો ઈનકાર

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
નીતિશ કુમારને 'સુપ્રીમ' ઝટકો, અનામતનો દાયરો 50% જ રહેશે, હાઇકોર્ટના નિર્ણય પર સ્ટેનો ઈનકાર 1 - image

The Supreme Court On Bihar Government Reservation Policy: સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને એક મોટો ઝટકો આપ્યો છે. સામવારે કોર્ટે બિહાર સરકાર દ્વારા અપાયેલા 65 ટકા અનામતને રદ કરવાના હાઈકોર્ટના ચૂકાદા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે.

બિહાર સરકારે એસસી, એસટી, ઓબીસી, અને આર્થિક રીતે નબળા વર્ગો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને પટના હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે આ નિર્ણયને ગેરબંધારણીય ઠેરવ્યો હતો અને તેના પર સ્ટે આપ્યો હતો. ત્યારબાદ બિહાર સરકારે હાઇકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટ સપ્ટેમ્બરમાં આ મામલામાં વિગતવાર સુનાવણી હાથ ધરશે. 

આ પણ વાંચો: ટ્રેનોમાં ભીડને નિયંત્રિત કરવા માટે રેલવેનો માસ્ટર પ્લાન, જનરલ અને નોન AC કોચ પર રેલવે મંત્રીનો મોટો દાવો

બિહાર સરકારે 9 નવેમ્બર 2023 ના રોજ એક કાયદો પસાર કરીને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 50 ટકાથી વધારીને 65 ટકા કર્યું હતું. ગયા વર્ષે બિહાર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાતિ ગણતરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત ઓબીસી, અતિ પછાત વર્ગ, દલિત અને આદિવાસીઓને અનામતનો લાભ મળવાનો હતો.

આ પણ વાંચો: આ પણ વાંચો: 'આડેધડ ધરપકડમાં જામીન ન મળવા ચિંતાજનક..', CJIની ટિપ્પણીથી રાજકીય દબાણનો મામલો ફરી ઉછળ્યો

સરકારનું કહેવું છે કે, જો આ નિર્ણય પર રોક લગાવવામાં નહી આવે તો ભરતી પ્રક્રિયાને અસર થશે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે જાતિ સર્વેક્ષણના ડેટાના આધારે પછાત વર્ગનું પૂરતું પ્રતિનિધિત્વ છે, તેવું હાઈકોર્ટનું નિષ્કર્ષ રાજ્યના વિવેકનું ઉલ્લંઘન કરે છે.

નીતિશ કુમારને 'સુપ્રીમ' ઝટકો, અનામતનો દાયરો 50% જ રહેશે, હાઇકોર્ટના નિર્ણય પર સ્ટેનો ઈનકાર 2 - image


Google NewsGoogle News