'મારું મોઢું ના ખોલાવતા...', ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ લાલઘૂમ, જાણો વરિષ્ઠ વકીલ પર કેમ ગુસ્સે થયા

એડવોકેટ અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના (SCBA) અધ્યક્ષ અદીશ અગ્રવાલે ચૂંટણી બોન્ડને ગેરકાયદે જાહેર કરવાના ચુકાદાની સમીક્ષા કરવાની માગ કરી હતી

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
'મારું મોઢું ના ખોલાવતા...', ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ લાલઘૂમ, જાણો વરિષ્ઠ વકીલ પર કેમ ગુસ્સે થયા 1 - image

image : IANS



Electoral Bonds Case Supreme Court: ચૂંટણી બોન્ડ કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય.ચંદ્રચૂડે એક સિનિયર એડવોકેટ (વરિષ્ઠ વકીલ)ને જોરદાર ફટકાર લગાવી હતી. અહેવાલ અનુસાર વકીલે બોન્ડ મામલે કોર્ટના ચુકાદાની સુઓ મોટો રિવ્યૂ કરવાની માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે ટોચની કોર્ટે સોમવારે એસબીઆઈને ફટકાર લગાવતાં 21 માર્ચ સુધીમાં ચૂંટણી બોન્ડને લગતી તમામ વિગતો જાહેર કરી દેવા આદેશ આપ્યો છે. 

એસસીબીએના અધ્યક્ષ પર બગડ્યાં સીજેઆઈ 

અહેવાલ અનુસાર એડવોકેટ અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના (SCBA) અધ્યક્ષ અદીશ અગ્રવાલે ચૂંટણી બોન્ડને ગેરકાયદે જાહેર કરવાના ચુકાદાની સમીક્ષા કરવાની માગ કરી હતી. આ મામલે સીજેઆઈએ કહ્યું કે વરિષ્ઠ વકીલ હોવા ઉપરાંત તમે એસસીબીએના અધ્યક્ષ પણ છો. તમે પબ્લિસિટી માટે આ પત્ર લખ્યો છે. અમે તેના પર ધ્યાન જ આપવા નથી માગતા. મને વધારે કહેવા માટે મજબૂર ના કરશો. તમને પછી સાંભળવામાં મજા નહીં આવે. 

અદીશ અગ્રવાલને અગાઉ પણ નીચાજોણું થયું હતું 

ખાસ વાત એ છે કે સોલિસીટર જનરલ તુષાર મહેતા પણ એડવોકેટ અગ્રવાલની માગથી અંતર જાળવતા દેખાયા હતા. તેમણે કહ્યું કે અમે તેમનું સમર્થન નથી કરતાં. જોકે આ પહેલીવાર નથી. અગાઉ પણ અગ્રવાલે ચૂંટણી બોન્ડ કેસમાં સુપ્રીમકોર્ટના ચુકાદા અંગે રાષ્ટ્રપતિ મુર્મૂને પત્ર લખ્યો હતો. અહીં સુપ્રીમકોર્ટ બાર એસોસિએશને પણ તેમના વિચારોથી અંતર જાળવી લીધું હતું અને કહ્યું હતું કે પેનલના સભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખવા માટે અગ્રવાલને કોઈ ઓથોરિટી નથી આપી. 

'મારું મોઢું ના ખોલાવતા...', ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ લાલઘૂમ, જાણો વરિષ્ઠ વકીલ પર કેમ ગુસ્સે થયા 2 - image


Google NewsGoogle News