Get The App

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ઠપકો આપ્યો, કહ્યું- ‘પ્રદૂષણ રોકવામાં વિલંબ કર્યો, હવે કોર્ટને પૂછ્યા વિના...’

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ઠપકો આપ્યો, કહ્યું- ‘પ્રદૂષણ રોકવામાં વિલંબ કર્યો, હવે કોર્ટને પૂછ્યા વિના...’ 1 - image


Delhi Air Pollution : સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી સરકારને GRAP-4 હેઠળ પ્રદૂષણને રોકવા માટેના પગલાં લેવામાં ઢીલ કરવાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે ઠપકો આપ્યો અને કહ્યું કે, હવે પૂર્વ પરવાનગી વિના પ્રદૂષણને રોકવા કે ઘટાડવાના ઉપાયોને હટાવવા અથવા ઘટાડવાની મંજૂરી નહી આપે. જસ્ટિસ અભય એસ. ઓકા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની પીઠે નોંધ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ખતરનાક લેવલે પહોંચ્યા પછી પણ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના તબક્કા 4 હેઠળ નિવારક ઉપાયોને અમલીકરણમાં વિલંબ થયો હતો.

આ પણ વાંચો : AAPના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોતે કેસરિયો ખેસ ધારણ કર્યો, કહ્યું નિર્ણય કોઈના દબાણમાં નથી લીધો

આ પહેલા સુનાવણીની શરૂઆતમાં દિલ્હી સરકારના વકીલે બેંચને કહ્યું હતું કે, સોમવારથી દિલ્હીમાં GRAPનો 4 તબક્કો લાગુ થઈ ગયો છે. જે અંતર્ગત ભારે વાહનોને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેના પર ખંડપીઠે વકીલને કહ્યું કે, જ્યારે AQI 300 થી 400 ની વચ્ચે પહોંચે છે, ત્યારે 4 તબક્કો લાગુ કરવાનો હોય છે. તમે GRAP ના 4 તબક્કામાં વિલંબ કેવી રીતે કરી શકો ? કોર્ટે કહ્યું કે અમે જાણવા માંગીએ છીએ કે, તેમણે પ્રદૂષણના સ્તરમાં ખતરનાક વધારાને રોકવા માટે શું પગલાં લીધાં છે?

દિવસના કામકાજના અંતે કેસની વિગતવાર સુનાવણી

બેન્ચે કહ્યું કે, જો AQI 300થી નીચે જાય તો પણ અમે ફેઝ 4 હેઠળ નિવારક પગલાંને ઘટાડવાની મંજૂરી આપીશું નહીં. જ્યાં સુધી કોર્ટ મંજૂરી ન આપે ત્યાં સુધી 4 તબક્કો ચાલુ રહેશે. બેન્ચે કહ્યું કે, તે દિવસના કામકાજના અંતે આ મામલે વિગતવાર સુનાવણી કરવામાં આવશે.

દિલ્હી-NCR માટે પ્રદૂષણ નિયંત્રણના કડક પગલાં લાગુ 

આ પહેલા કેન્દ્રની એર ક્વોલિટી કમિટીએ GRAPના ચોથા તબક્કા હેઠળ દિલ્હી-NCR માટે પ્રદૂષણ નિયંત્રણ માટે કડક પગલાં ભરવામાં આવ્યા હતા. સોમવારે સવારે 8 વાગ્યાથી આ પ્રતિબંધો લાગુ થઈ ગયા છે. જે અંતર્ગત ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને સાર્વજનિક બાંધકામ પ્રોજેક્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : સાત લાખ કરોડનું રોકાણ મહારાષ્ટ્રથી ઝૂંટવી ગુજરાત ટ્રાન્સફર કરી દેવાયું: રાહુલ ગાંધીનો ભાજપ પર આરોપ

શું છે વાયુ પ્રદૂષણનું AQI મીટર


કેન્દ્રિય પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)પ્રમાણે 

  •   0 અને 50 ની વચ્ચે AQI 'સારું'
  •   51 થી 100 'સંતોષકારક' છે, 
  • 101 થી 200 'મધ્યમ' છે, 
  • 201 થી 300 'નબળું' છે, 
  • 301 થી 400 વચ્ચે છે 'ખૂબ ખરાબ' છે, 
  • 401 થી 450 વચ્ચે 'ગંભીર' છે અને 
  • 450 થી વધુને 'ગંભીર કરતાં વધુ' ગણવામાં આવે છે.

દિલ્હી ધુમ્મસમાં ડૂબી ગયું છે. સોશિયલ મીડિયા પર લોકો શહેરને 'ગેસ ચેમ્બર' કહી રહ્યા છે. નાગરિકોને ઝેરી હવા શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. ઠંડી હવાના આગમનથી આરોગ્ય સંકટ વધી ગયું છે

14મી નવેમ્બરે તાત્કાલિક યાદી આપવા સંમતિ આપી

આ પહેલા 14 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે આ અરજીને તાત્કાલિક સૂચિબદ્ધ કરવા સંમતિ આપી હતી. કોર્ટને કહેવામાં આવ્યું કે, વધતા પ્રદૂષણને કારણે દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બનવા તરફ આગળ વધી રહ્યું છે. આવું બિલકુલ ન થવું જોઈએ.


Google NewsGoogle News