પારિવારીક ઝઘડાના કેસમાં પંજાબ કેબિનેટ મંત્રી અમન અરોરા સહિત 9 લોકોને 2 વર્ષની સજા

બનેવીના ઘરામાં ઘૂસી હુમલો કરવાની 2008ની ઘટનામાં સુપ્રીમનો મહત્વપૂર્ણ ચુકાદો

અરોરાને 2022ની ચૂંટણીમાં ધારાસભ્ય બન્યા બાદ કેબિનેટમાં સામેલ કરાયા હતા

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News

પારિવારીક ઝઘડાના કેસમાં પંજાબ કેબિનેટ મંત્રી અમન અરોરા સહિત 9 લોકોને 2 વર્ષની સજા 1 - image

ચંડીગઢ, તા.21 નવેમ્બર-2023, ગુરુવાર

સુપ્રીમ કોર્ટે (Supreme Court) પંજાબના કેબિનેટ મંત્રી અમન અરોરા (Punjab Cabinet Minister Aman Arora)ને પારિવારિક ઝઘડાના કેસમાં 9 વર્ષની સજા ફટકારાઈ છે. આ સાથે અન્ય 8ને પણ 2-2 વર્ષની સજા જાહેર કરાઈ છે. બનેવીના ઘરમાં હુમલો કરવાના કેસમાં કોર્ટે 9 લોકોને સજા ઉપરાંત દંડ પણ ફટકાર્યો છે.

અરોરાએ બનેલીમાં ઘરમા ઘૂસી હુમલો કર્યો

2008માં અરોરા પર ઘરમાં ઘૂસી હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. એવું કહેવાય છે કે, અરોરાના બનેવી રાજિંદર દીપાએ ઘરમાં ઘુસી હુમલો કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. રાજિંદરે એવો આક્ષેપ કર્યો હતો કે, અરોરાએ પોતાના સાથીઓ સાથે ઘરમાં ઘુસી હુમલો કર્યો, ત્યારે કોર્ટે આ મામલે આજે સુનાવણી હાથ ધરી આ કાર્યવાહી કરી છે. અરોરાને સજાની જાહેરાત થયા બાદ પંજાબના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

અમન અરોરા સંગરૂરથી સુનામના ધારાસભ્ય

અમન અરોરા આમ આદમી પાર્ટીના નેતા અને સંગરૂરના સુનામ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. અરોરાએ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના જસવિંદર સિંહ ધીમાનને 75277 મતોથી હાર આપી હતી. ત્યારબાદ ધારાસભ્ય બનેલા અરોરાને પંજાબ કેબિનેટમાં સામેલ કરાયા હતા. પંજાબ સરકારે અરોરાને હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ અને પબ્લિક રિલેશન જેવા બે મોટા વિભાગોની જવાબદારી આપી હતી. જોકે મુખ્યમંત્રી ભગવંત માને (CM Bhagwant Mann) કેટલાક મહિનાઓ બાદ માર્ચમાં મંત્રીમંડળમાં ફેરફાર કર્યા હતા, જેમાં અરોરા પાસેથી બંને વિભાગો છિનવી લીધા બાદ નવી ઉર્જા સંસાધનો, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, ગવર્નન્સ રિફોર્મ્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન જેવા વિભાગો સોંપાયા હતા.


Google NewsGoogle News