'શું છોકરીઓના ચાંલ્લો કે તિલક લગાવવા પર પ્રતિબંધ મૂકશો..?' હિજાબ બૅન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
'શું છોકરીઓના ચાંલ્લો કે તિલક લગાવવા પર પ્રતિબંધ મૂકશો..?' હિજાબ બૅન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી 1 - image


Supreme Court on Hijab ban: મુંબઈની ખાનગી કોલેજો દ્વારા હિજાબ, ટોપી પહેરવા કે કોઈ બેજ પહેરવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે આ પ્રતિબંધ સામે સ્ટે મૂકી દેતાં સુપ્રીમ કોર્ટે જોરદાર આંચકો આપ્યો છે. મુંબઈની એન.જી.આચાર્યા અને ડી કે મરાઠા કોલેજની મુસ્લિમ વિદ્યાર્થીનીઓ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપતાં આ ચુકાદો આપ્યો હતો. વિદ્યાર્થીનીઓએ બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આગામી 18 નવેમ્બર સુધી હવે હિજાબ પરથી પ્રતિબંધ ઊઠાવી લેવાનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયો છે. 

જજે કહ્યું - ચાલ્લો કરવા પર બૅન મૂકશો? 

જજે કોલેજ વતી હાજર વકીલને પૂછ્યું કે શું કોલેજના વહીવટી તંત્ર દ્વારા છોકરીઓનો ચાંલ્લો કરવા કે તિલક કરવા પર પ્રતિબંધ મૂકાશે? જજે કહ્યું કે વિદ્યાર્થીનીઓને એ વાતની છૂટ હોવી જોઈએ કે તેઓ શું પહેરીને કોલેજ આવે, તેમને દબાણ ન કરવું જોઈએ. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અચાનક જ તમને એવું લાગવા લાગ્યું છે કે દેશમાં ઘણાં બધાં ધર્મો છે. 

આ પણ વાંચો : મેં મદદ ન કરી હોત તો તેમનો પક્ષ પણ ન હોત અને તેઓ પણ નહીં : પ્રશાંત કિશોર

જસ્ટિસ ખન્ના સુનાવણી વચ્ચે ગુસ્સે થયા 

જસ્ટિસ સંજીવ ખન્ના અને સંજય કુમારની બેન્ચે આ મામલે ચુકાદો આપતી વખતે કોલેજ દ્વારા મૂકવામાં આવેલી શરતો પર દંગ રહી ગયા હતા. જસ્ટિસ ખન્નાએ કોલેજ વતી હાજર વકીલને ફટકાર લગાવતાં કહ્યું કે આ શું છે? આ પ્રકારના નિયમ લાગુ ન કરશો. તમે ધર્મ જાહેર ન કરવાની વાત કરો છો? તમારી કોલેજ જ આ નિયમ લાગુ કરવા માટે આ પ્રકારનું કારણ આપી રહી છે કે જેથી કોઈના ધર્મ જાહેર ન થાય. 

આ પણ વાંચો : 17 મહિના પછી મનીષ સિસોદિયાને મળ્યાં જામીન, દિલ્હીના પૂર્વ ડે.સીએમને સુપ્રીમ કોર્ટની મોટી રાહત

'શું છોકરીઓના ચાંલ્લો કે તિલક લગાવવા પર પ્રતિબંધ મૂકશો..?' હિજાબ બૅન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી 2 - image


Google NewsGoogle News