Get The App

સુપ્રીમ કોર્ટે મમતા સરકારને આપ્યો ઝટકો, આર.જી. કર મેડિકલ કૉલેજની સુરક્ષા CISFને સોંપાઈ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટે મમતા સરકારને આપ્યો ઝટકો, આર.જી. કર મેડિકલ કૉલેજની સુરક્ષા CISFને સોંપાઈ 1 - image


Kolkata Rape Murder Case: કોલકાત્તાની આર.જી. કર મેડિકલ કૉલેજમાં ડૉક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે આર.જી. કર હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજની સુરક્ષા CISFને સોંપી છે. જો કે, અત્યાર સુધી આ સુરક્ષા કોલકાત્તા પોલીસના હાથમાં હતી. 

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની ઝાટકણી કાઢી

કોલકાત્તાની આર.જી. કર મેડિકલ કૉલેજમાં બનેલી ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે (20મી ઑગસ્ટ) પહેલી સુનાવણી હાથ ધરી હતી. જેમાં ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની બેન્ચે પશ્ચિમ બંગાળ સરકારને આકરા સવાલો કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, 7000 લોકો હૉસ્પિટલમાં કેવી રીતે ઘૂસ્યા? કોલકાત્તા પોલીસ શું કરી રહી હતી?'  

આ પણ વાંચો: કોલકાત્તા દુષ્કર્મ કેસઃ સુપ્રીમ કોર્ટે રચી નેશનલ ટાસ્ક ફોર્સ, પૂછ્યું- 7000 લોકો હૉસ્પિટલમાં ઘૂસ્યા ત્યારે પોલીસ શું કરતી હતી?

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 'જો ડૉક્ટરો 36 કલાક કામ કરે છે, તો તેમને સુરક્ષા આપવી જરૂરી છે. જો મહિલાઓને તેમના કાર્યસ્થળ પર સુરક્ષા ન મળે તો તેમના સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે.' આ ઉપરાંત કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી છે. તેમાં 8 સભ્યો હશે. તેના સભ્યો કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, આરોગ્ય સચિવ અને હોદ્દેદારો પણ હશે.

આ પણ વાંચો: 100 યુવતી સાથે દુષ્કર્મના કેસમાં 32 વર્ષે ચુકાદો, છ આરોપીને આજીવન કેદ અને 5-5 લાખનો દંડ

પોલીસ શું કરી રહી હતી: સુપ્રીમ કોર્ટ 

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું, કે 'પ્રિન્સિપાલે આ કેસને આપઘાત બતાવવાનો પ્રયાસ કર્યો? અને તેને બીજી જગ્યાએ પ્રિન્સિપાલ બનાવી દેવામાં આવ્યો? FIR કરવામાં પણ વિલંબ થયો. સાત હજાર લોકો હૉસ્પિટલમાં ઘૂસી ગયા તો પોલીસ શું કરી રહી હતી?' પશ્ચિમ બંગાળ તરફથી હાજર થયેલા વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું, કે 'તપાસ બાદ તરત જ FIR નોંધવામાં આવી હતી.' નોંધનીય છે કે કોર્ટે તબીબોને કામ પર પરત ફરવા પણ આગ્રહ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે મમતા સરકારને આપ્યો ઝટકો, આર.જી. કર મેડિકલ કૉલેજની સુરક્ષા CISFને સોંપાઈ 2 - image


Google NewsGoogle News