'ભગવાનનો આભાર છે, પરંતુ સરકારે કંઈ પણ ન કર્યું', દિલ્હી અને આસપાસમાં પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

દિલ્લી એનસીઆરમાં પ્રદુષણ મામલે ફરી એકવાર શુકવારે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ

અદાલતે કહ્યું હતું કે પંજાબ અને હરિયાણામાં પરાળના કારણે પ્રદુષણ ફેલાય છે

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
'ભગવાનનો આભાર છે, પરંતુ સરકારે કંઈ પણ ન કર્યું', દિલ્હી અને આસપાસમાં પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ 1 - image


Supreme Court To Punjab Governor: દિલ્લી એનસીઆરમાં પ્રદુષણ મામલે ફરી એકવાર શુકવારે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ હતી. જેમાં કોર્ટે કહ્યું કે પ્રદુષણ માટે પંજાબ અને હરિયાણામાં સળગાવવામાં આવી રહેલ પરાળ પણ જવાબદાર છે. આ ઉપરાંત પંજાબમાં જયારે પરાલ સળગાવવાના વધુ કિસ્સા સામે આવ્યા ત્યારે કોર્ટે સલાહ આપી કે અનાજનો પાક લેવાનું જ કેમ અટકાવવામાં આવતો નથી. બેન્ચે કહ્યું કે તેઓ પંજાબમાં પાણીના ઘટતા સ્તરથી પણ ચિંતિત છે. આ કટોકટીનો સામનો કરવા માટે જરૂરી છે કે અનાજનો પાક પોતે જ તબક્કાવાર બંધ કરવો જોઈએ. 

પાણીનું સ્તર ઘટતા રણ બની જાય તેવી ચિંતા

આ ઉપરાંત અદાલતે કહ્યું હતું કે પંજાબમાં પાણીનું સ્તર ઘટતું રહે છે ત્યારે એમને નથી ઇચ્છતા કે પંજાબ પણ એક રણ બની જાય, એટલા માટે જરૂરી છે કે ધીમે ધીમે કરીને અનાજનો પાક લેવાનું જ બંધ કરવામાં આવે. આથી અનાજના બદલે જાડું અનાજ એટલે કે બાજરો, રાગી, જુવાર, કંગની, કુટકી, કોદો, સુવા, ચણા, જવ વગેરેનું ઉત્પાદન વધારવું જોઈએ. 

CJI ટૂંક સમયમાં આપશે ચુકાદો 

સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે આ મામલે કોર્ટે તેમને એક અઠવાડિયાનો સમય આપવો જોઈએ. તે આ મામલે કોઈક ઉકેલ શોધી કાઢશે. જે બાબતે CJIએ લંચ બ્રેક પછી નિર્ણય આપશે. 

'ભગવાનનો આભાર છે, પરંતુ સરકારે કંઈ પણ ન કર્યું', દિલ્હી અને આસપાસમાં પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ 2 - image


Google NewsGoogle News