'પુરુષોને પણ પીરિયડ્સ હોત તો...' જાણો મધ્ય પ્રદેશ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે કેમ કરી આવી ટિપ્પણી
Supreme Court On Madhya Pradesh High Court : સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એક નિર્ણયની નિંદા કરતા ટિપ્પણી કરી છે કે, 'પુરુષોને પણ પીરિયડ્સ હોત તો.' મધ્યપ્રદેશ હાઈકોર્ટે રાજ્યની એક મહિલા જજને કામગીરીના આધારે બરતરફ કરી દીધા હતા અને મહિલાના ગર્ભપાતને કારણે તેમની દુર્દશા પર વિચાર કર્યો ન હતો. જસ્ટિસ બી.વી. નાગરત્ના અન એન. કોટિશ્વર સિંહની બેન્ચે સિવિલ જજને બરતરફ કરવાના માપદંડ પર હાઈકોર્ટ પાસેથી સ્પષ્ટતા માંગી હતી.
પુરુષોને પણ પીરિયડ્સ આવે, ત્યારે એમને ખબર પડશે કે આ શું છે
મીડિયા અહેવાત મુજબ, જસ્ટિસ નાગરત્નાએ મહિલા ન્યાયિક અધિકારીના મૂલ્યાંકન પર સવાલો ઉઠાવવા ટિપ્પણી કરી હતી કે, જેમાં ગર્ભપાતને કારણે તેમને જે માનસિક અને શારીરિક આઘાત સહન કર્યો હતો તેની અવગણના કરી હતી. તેમણે કહ્યું કે, 'મને આશા છે કે પુરુષ જજો પર પણ આવા માપદંડો લાગુ કરાશે. મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે ખચકાટ નથી. ગર્ભપાત કરાવતી મહિલાને માનસિક અને શારીરિક આઘાત એ શું છે? અમે ઈચ્છીએ છીએ કે, પુરુષોને પણ પીરિયડ્સ આવે, ત્યારે એમને ખબર પડશે કે આ શું છે.'
આ પણ વાંચો: અદાણી અમિત શાહના મિત્ર, અન્ય રાજ્યોમાં ગુજરાતથી ડ્રગ્સની સપ્લાય થાય છે : કેજરીવાલ
11 નવેમ્બર, 2023 ના રોજ, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર દ્વારા કથિત અસંતોષકારક કામગીરીને કારણે છ મહિલા સિવિલ જજોને બરતરફ કરવા અંગે સ્વ-મોટુ સંજ્ઞાન લીધું હતું. પરંતુ મધ્યપ્રદેશ હાઈકર્ટે 1 ઑગસ્ટે તેમના પહેલા પ્રસ્તાવ પર પુનર્વિચાર કર્યો અને ચાર અધિકારીઓ જ્યોતિ વરકડે, સોનાક્ષી જોશી, પ્રિયા શર્મા અને રચના અતુલકર જોશીને કેટલીક શરતો સાથે પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય બેમાં અદિતિ કુમાર શર્મા અને સરિતા ચૌધરીને આ અભ્યાસથી બહાર કરી દેવાયાં. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટ એ જજોના મામલે વિચાર કરી રહી હતી કે, જે 2018 અને 2017માં મધ્યપ્રદેશ સેવામાં સામેલ થયા હતા.
જજની કામગીરીનું આ રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું
હાઈકોર્ટ દ્વારા સબમિટ કરાયેલા અહેવાલ મુજબ, શર્માનું પ્રદર્શન 2019-20 દરમિયાન ખૂબ જ સારા રેટિંગથી ઘટીને પછીના વર્ષોમાં સરેરાશ અને ખરાબ થઈ ગયું છે. 2022 માં, તેમની પાસે લગભગ 1,500 પેન્ડિંગ કેસ હતા, જેનો નિકાલ દર 200 કરતા ઓછો હતો. બીજી તરફ, જજે 2021માં તેના કસુવાવડ અને તેના ભાઈના કેન્સરના નિદાન અંગે હાઈકોર્ટને માહિતી આપી હતી.
સમાપ્તિની નોંધ લેતા, બેન્ચે હાઇકોર્ટના રજિસ્ટ્રી અને ન્યાયિક અધિકારીઓને નોટિસ જારી કરી હતી, જેમણે સેવા સમાપ્તિ સામે કોર્ટનો સંપર્ક કર્યો ન હતો. કોર્ટે કહ્યું કે કોવિડ ફાટી નીકળવાના કારણે તેમના કામનું માત્રાત્મક મૂલ્યાંકન કરી શકાતું ન હોવા છતાં ન્યાયાધીશોને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.