શું અમે પણ કામ છોડીને સુપ્રીમ કોર્ટની બહાર બેસી જઈએ? કોલકાતા કાંડ પર CJIની આકરી ટિપ્પણી

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
શું અમે પણ કામ છોડીને સુપ્રીમ કોર્ટની બહાર બેસી જઈએ? કોલકાતા કાંડ પર CJIની આકરી ટિપ્પણી 1 - image


Kolkata Doctor Rape Murder Case: પશ્ચિમ બંગાળનાં કોલકાતાની આર.જી.કર મેડિકલ કોલેજમાં મહિલા ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કેસે  સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. આ કેસની સુનાવણી સપ્રીમ કોર્ટમાં CJI ચંદ્રચૂડની આગેવાની વાળી બેન્ચ કરી રહી છે. કોર્ટે આ દરમિયાન ડોક્ટરોને કામ પર પરત ફરવાની અપીલ કરી અને આ સાથે જ આશ્વાસન આપ્યું કે, હોસ્પિટલોમાં તમારી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. 

આજે સુનાવણી દરમિયાન બંગાળ સરકારના વકીલ કપિલ સિબ્બલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા વચ્ચે ખૂબ દલીલ થઈ હતી. સોલિસિટર જનરલે કોર્ટમાં કહ્યું કે, બંગાળના એક મંત્રી કહી રહ્યા છે કે 'હું અમારા નેતા વિરુદ્ધ બોલનારાઓની આંગળીઓ કાપી નાખીશ'. તેના પર વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આવી સ્થિતિમાં અમારે પણ કહેવું પડશે કે, વિપક્ષના નેતાઓ પણ ફાયરિંગની વાત કરી રહ્યા છે.

શું અમે પણ કામ છોડીને સુપ્રીમ કોર્ટ બહાર બેસી જઈએ?: CJI

CJI ડીવાય ચંદ્રચૂડે ડોક્ટરોને અપીલ કરતા કહ્યું કે અમે તેમને દરેક પ્રકારની કાર્યવાહીથી રક્ષણ આપીશું, તમે કામ પર પાછા ફરો. CJIએ આગળ કહ્યું કે, ન્યાય અને સારવાર રોકી ન શકાય. શું અમે પણ કામ છોડીને સુપ્રીમ કોર્ટની બહાર બેસી શકીએ? AIIMSના ડોક્ટર 13 દિવસથી કામ પર નથી. આ યોગ્ય નથી. દર્દીઓ દૂર-દૂરથી આવે છે. 

CJI વધુમાં કહ્યું કે, અમે ડોકટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. ડિસ્ટ્રેસ કોલ સિસ્ટમ બનાવવા જેવા સૂચનો આજે અમને આપવામાં આવ્યા હતા. ટાસ્ક ફોર્સે આવા તમામ સૂચનોને ધ્યાનમાં લેવા જોઈએ. અમે છેલ્લી સુનાવણીમાં રાજ્ય સરકારને શાંતિપૂર્ણ પ્રદર્શન પર બળ પ્રયોગ ન કરવા માટે કહ્યું હતું. અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે, અમે પ્રદર્શનની પરવાનગી આપવા અથવા તો ઈનકાર કરવાના રાજ્યના અધિકારને ખતમ નથી કર્યો. 

સુનાવણી દરમિયાન શું બોલ્યા CJI 

બંગાળ સરકાર તરફથી હાજર વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, રાજ્યમાં અનનેચરલ ડેથ મામલે તપાસ અને FIR માટે પહેલાથી કેટલીક ગાઈડલાઈન્સ છે અને અમે તે પ્રમાણે કામ કર્યું છે. તેના પર CJIએ કહ્યું કે, આ વાત અલગ છે. તમે મૃતદેહ મળ્યાના 14 કલાક બાદ FIR લખી. પ્રિન્સિપાલે તાત્કાલિક FIR લખાવી દેવાની હતી પરંતુ તેમણે રાજીનામું આપી દીધું અને થોડા જ સમયમાં બીજી કોલેજમાં નિમણૂક કરી દેવામાં આવી. 


Google NewsGoogle News