SBI પર ફરી બગડી સુપ્રીમ કોર્ટ, પૂછ્યું - ચૂંટણી બોન્ડના નંબર કેમ જાહેર ન કર્યા? 3 દિવસનો સમય આપ્યો
સુપ્રીમ કોર્ટે ચૂંટમી પંચને 18 માર્ચ સુધીનો સમય આપ્યો છે
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી
Electoral Bond : સુપ્રીમ કોર્ટમાં આજે ચૂંટણી બોન્ડ (Electoral Bonds) કેસ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, અરજીની સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે SBIને પૂછ્યું હતું કે તેણે ચૂંટણી બોન્ડના નંબરો કેમ જાહેર કર્યા નથી, જેનાથી દાન દેનાર દાતા અને રાજકીય પક્ષો વચ્ચેની લિંકને જાહેર થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ મામલે SBI પાસેથી 18 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે (Election Commission) સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરેલા ચૂંટણી બોન્ડ પરના સીલબંધ પરબિડીયાઓને પરત કરવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.
કોર્ટે આ આદેશ આપ્યો હતો
નોંધનીય છે કે ચૂંટણી બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે 11 માર્ચે SBIને બોન્ડની વિગતો 12 માર્ચે ચૂંટણી પંચને જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે 11 માર્ચે આદેશ આપતા કહ્યું હતું કે ECI દ્વારા કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલા નિવેદનોની નકલો ચૂંટણી પંચની ઓફિસમાં રાખવામાં આવે.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની સ્કીમ પર પ્રતિબંધ મૂક્યો હતો
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે 15મી ફેબ્રુઆરીએ કેન્દ્રની ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે ચૂંટણી બોન્ડની સ્કીમની એકમાત્ર નાણાકીય સંસ્થા SBI બેંકને 12 એપ્રિલ, 2019થી અત્યાર સુધીમાં 6 માર્ચ સુધીમાં ચૂંટણી બોન્ડની ખરીદી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો આદેશ આપ્યો હતો.