Get The App

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો એક નાની ભૂલ પડશે ભારે, સુપ્રીમ કોર્ટે નિર્ણય બદલ્યો

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
Supreme Court


Supreme Court On Credit Card : સુપ્રીમ કોર્ટે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન(NCDRC)ના 16 વર્ષ જૂના નિર્ણયને ફગાવી દીધો છે, જેના પછી બૅંકો ગ્રાહકો પાસેથી ક્રેડિટ કાર્ડ લેણાં પર 30 ટકાથી વધુ વ્યાજ વસૂલ કરી શકશે. કમિશને પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, 'વધુ પડતું વ્યાજદર વસૂલવું અયોગ્ય છે.' જજ બેલા એમ. ત્રિવેદી અને સતીશ ચંદ્ર શર્માની બેંચે જણાવ્યું હતું કે, NCDRCનું અવલોકન કે વાર્ષિક 30 ટકાથી વધુ વ્યાજદર ગેરકાયદેસર છે. જે ભારતીય રિઝર્વ બૅંકની સત્તાને અસર કરે છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'આ નિર્ણય બૅંકિંગ રેગ્યુલેશન ઍક્ટ, 1949ના કાયદાકીય હેતુની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટના અભિપ્રાયમાં બૅંકોએ ક્રેડિટ કાર્ડ ધારકો સાથે છેતરપિંડી કરવાના હેતુથી કોઈપણ રીતે ખોટી રજૂઆત કરી ન હતી અને અયોગ્ય પ્રથાની પૂર્વશરતો સ્પષ્ટ હતી. જ્યારે બૅંક અને ક્રેડિટ કાર્ડ ધારકોની સહમતિથી થયેલા કરારોની શરતોને ફરીથી લખવાનો NCDRCને કોઈ અધિકાર નથી. અમે RBI દ્વારા કરવામાં આવેલી રજૂઆતો સાથે સંમત છીએ કે હાલના કેસના તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખીને કોઈપણ બૅંક સામે પગલાં લેવા RBIને નિર્દેશ આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. બૅંકિંગ રેગ્યુલેશન ઍક્ટમાં સમાવિષ્ટ જોગવાઈઓ અને તેના જાહેર કરાયેલા પરિપત્રો/નિર્દેશોની વિરુદ્ધ, સમગ્ર બૅંકિંગ ક્ષેત્ર પર કે કોઈ એક ચોક્કસ બેંકના સંબંધમાં RBIને વ્યાજદરો પર કોઈપણ મર્યાદા લાદવાનો નિર્દેશ કરવાનો કોઈ પ્રશ્ન નથી.'

આ પણ વાંચો: જૂની કારના વેચાણ પર 18% GST તમામ માટે નથી, સરળ રીતે સમજો કેવી રીતે ચૂકવવો પડશે ટેક્સ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'નેશનલ કન્ઝ્યુમર કમિશનને ગેરવાજબી કરારોને રદ કરવાની સંપૂર્ણ સત્તા છે, જે એકતરફી રીતે અસરકારક છે અને અયોગ્ય કે ગેરવાજબી શરતો ધરાવે છે. પરંતુ બૅંકો દ્વારા વસૂલવામાં આવતાં વ્યાજદરો નાણાકીય સમજદારીને આધીન હોવાની સાથે RBIના નિર્દેશો પર નિર્ધારિત હોય છે. જેની ક્રેડિટ કાર્ડ ધારકોને જાણ કરવામાં આવે છે.'

બેંચે કહ્યું કે, 'ક્રેડિટ કાર્ડ ધારકોને કાર્ડ સંબંધિત તમામ વિશેષ જાણકારીઓ આપવામાં આવે છે. આ સાથે ક્રેડિટ કાર્ડનો લાભ લેતી વખતે કાર્ડ ધારકોને સમય, વ્યાજદર સહિતના નિયમો અને શરતોથી અવગત કરવામાં આવે છે અને જેમાં બૅંક તરફથી જાહેર કરાયેલા નિયમોમાં કાર્ડ ધારક સહમતિ પણ દર્શાવે છે. 

સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં શું જણાવાયું?

સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં જણાવ્યું હતું કે, 'બૅંકિંગ સંસ્થાઓએ ક્રેડિટ કાર્ડ જાહેર કરતાં પહેલાં જ વપરાશ કર્તાઓને સમગ્ર જાણકારી આપી હતી. જેથી નેશનલ કન્ઝ્યુમર કમિશન વ્યાજદર સહિતની શરતોની તપાસ કરી શકતા નથી. RBIએ સમગ્ર મામલે સ્પષ્ટ કર્યું છે કે રૅકોર્ડમાં એવા કોઈ પુરાવા નથી મળ્યા. જેનાથી એ સાબિત થાય કે, કોઈપણ બૅંકે RBIના નિયમો અને નિર્દેશો વિરુદ્ધમાં કામગીરી કરી હોય.'

આ પણ વાંચો: IRCTC વેબસાઈટ એક જ મહિનામાં બીજી વાર ઠપ, લાખો રેલવે મુસાફરોને હાલાકીથી રોષ

રૅકોર્ડમાં સમગ્ર મામલે પીડિત પક્ષે વ્યાજદર કે ઉચ્ચ બેંચમાર્ક પ્રાઇમ લેંડિંગ દર વિરુદ્ધમાં કોઈપણ આપત્તિને લઈને વૈધાનિક સત્તા, RBIનો સંપર્ક કરવામાં આવ્યો ન હતો. આ મામલો NCDRCના 7 જુલાઈ 2008ના આદેશ વિરુદ્ધમાં સિટી બૅંક, અમેરિકન એક્સપ્રેસ, એચએસબીસી અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅંક તરફથી દાખલ કરેલી અપીલો સંબંધિત છે. જેમાં કહ્યું હતું કે, 36 ટકાથી 49 ટકા પ્રતિ વર્ષનો વ્યાજદર વધુ હોવાના અને આ લોન લેનારાઓનું શોષણ કરવા સમાન છે.


Google NewsGoogle News