Get The App

મહારાષ્ટ્રમાં અસલી NCPનો મુદ્દો ફરી ઊછળ્યો, સુપ્રીમ કોર્ટની અજિત પવાર સહિત 40 ધારાસભ્યને નોટિસ

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં અસલી NCPનો મુદ્દો ફરી ઊછળ્યો, સુપ્રીમ કોર્ટની અજિત પવાર સહિત 40 ધારાસભ્યને નોટિસ 1 - image


Maharashtra Politics Controversy News : મહારાષ્ટ્રમાં ફરી શિવસેના અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)નો મુદ્દો ઉછળ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે અસલી એનસીપી અને અસલી શિવસેનાનો ઉલ્લેખ કરી અજિત પવાર અને તેમના 40 ધારાસભ્યોને નોટિસ ફટકારી છે. અગાઉ અસલી શિવસેના અને અસલી એનસીપી મુદ્દે રાજ્યમાં ભારે વિવાદ થયો હતો અને આમાં વિધાનસભા અધ્યક્ષે એકનાથ શિંદે અને અજિત પવારની તરફેણમાં નિર્ણય સંભળાવ્યો હતો.

મહારાષ્ટ્રમાં અસલી NCPનો મુદ્દો ફરી ઊછળ્યો, સુપ્રીમ કોર્ટની અજિત પવાર સહિત 40 ધારાસભ્યને નોટિસ 2 - image

સુપ્રીમ કોર્ટે અજિત અને 40 ધારાસભ્યો પાસેથી માંગ્યો જવાબ

વાસ્તવમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં આજે શરદ પવાર (Sharad Pawar) જૂથની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે અજિત પવાર (Ajit Pawar) અને તેમના 40 ધારાસભ્યો પાસેથી જવાબ માંગ્યો છે. આ અરજીમાં મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર (Rahul Narwekar, Maharashtra Legislative Assembly Speaker)ના તે નિર્ણયને પડકારાયો છે, જેમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આગેવાનીવાલા જૂથને અસલી એનસીપી જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ‘લિકર પોલિસી પર LG સહિત 15ના હસ્તાક્ષર’ કેજરીવાલનો દાવો, જામીન પર ચુકાદો અનામત

અરજી પર તાત્કાલીક સુનાવણીની જરૂર : સિંઘવી

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડી.વાઈ.ચંદ્રચૂડ અને ન્યાયાધીશ જે.પી.પારડીવાલા, ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેંચે શરદ પવાર જૂથના વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીની દલીલોની નોંધ લીધી છે કે, રાજ્ય વિધાનસભામાં ટૂંકા ગાળાના બાકી રહેલા સમયને ધ્યાને રાખી અરજી પર તાત્કાલીક સુનાવણીની જરૂર છે. તમને જણાવી દઈએ કે, રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે નવેમ્બરમાં પૂરો થવાનો છે.

મહારાષ્ટ્રમાં અસલી NCPનો મુદ્દો ફરી ઊછળ્યો, સુપ્રીમ કોર્ટની અજિત પવાર સહિત 40 ધારાસભ્યને નોટિસ 3 - image

પહેલા ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર થશે સુનાવણી

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે, પહેલા ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા શિવસેના (Shiv Sena) અંગે અધ્યક્ષના નિર્ણય વિરુદ્ધ કરાયેલી અરજી પર સુનાવણી હાથ ધરાશે, ત્યાર પછી શરદ પવાર જૂથની અરજી પર સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે, ઠાકરે જૂથે પણ સુપ્રીમ કોર્ટમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) અને તેમના ધારાસભ્યોના પક્ષમાં અધ્યક્ષના નિર્ણયને પડકારતી અરજી કરી છે.

આ પણ વાંચો : જીવન તો સલામત નહોતું, હવે સલામત ભણતરના હક માટે પણ વિદ્યાર્થીઓની ચીફ જસ્ટિસને આજીજી


Google NewsGoogle News