સુપ્રીમ કોર્ટમાં બની એવી ઘટના કે સૌ કોઈ ચોંક્યા, વકીલે CJIને કહ્યું- 'હું તમને માફ કરું છું...'

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટમાં બની એવી ઘટના કે સૌ કોઈ ચોંક્યા, વકીલે CJIને કહ્યું- 'હું તમને માફ કરું છું...' 1 - image


CJI Chandrachud got angry with the lawyer : NEET પેપર લીક મામલે સુનાવણી દરમિયાન પોતાનો વારો આવે તે પહેલા બોલવાની કોશિશ કરી રહેલા વરિષ્ટ વકીલ અને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. ત્યાર બાદ CJI ચંદ્રચુડે કોર્ટની સામે વકીલ મેથ્યુસ જે નેદુમપરાને ઠપકો આપ્યો અને તેમને કાઢવાની ચેતવણી આપી હતી. તે પછી વકીલ નેદુમપારા કોર્ટની બહાર જતા રહ્યા હતા. પરંતુ જ્યારે તેઓ પાછા ફર્યા તો તેમણે CJIને કહ્યું કે, તેમને ખબર નથી કે તમે શું કર્યું છે.

તમે જાણતા નથી કે તમે શું કર્યું છે. હું તમને માફ કરું છું : વકીલ

થોડો સમય કોર્ટરૂમની બહાર રહ્યા બાદ વકીલ નેદુમપારા પોતાની દલીલો પૂર્ણ કરવા માટે કોર્ટમાં પરત ફર્યા હતા. તેમની દલીલો રજૂ કર્યા બાદ તેઓએ કહ્યું હતું કે, "તમારા દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે, તેના માટે હું તમને માફ કરું છું, કારણ કે તમે જાણતા નથી કે તમે શું કર્યું છે. હું તમને માફ કરું છું. મારા મનમાં એવું કંઈ નથી, અને મને તમારા માટે ખૂબ જ આદર છે."

હું કોર્ટમાં કોઈપણ વકીલને મનમાની નહીં કરવા દઉ: CJI ચંદ્રચુડ

આ પહેલા ઉગ્ર દલીલો દરમિયાન CJI ચંદ્રચુડે નેદુમપરાને કહ્યું હતું કે, "હું કોર્ટમાં કોઈપણ વકીલને મનમાની નહીં કરવા દઉ." NEET કેસ મામલે નુદામપરા કેટલાક અરજદારો વતી હાજર થયા હતા અને સુનાવણી દરમિયાન વારંવાર વિનંતી કરી રહ્યા હતા કે, તેમને દલીલ કરવાની મંજૂરી આપવામાં આવે. અને તે પછી અરજદારોના મુખ્ય વકીલ નરેન્દ્ર હુડ્ડા તેમની દલીલો રજૂ કરવાના હતા. એટલે CJI ચંદ્રચુડે નેદુમપરાને કહ્યું કે, હુડાએ તેમની દલીલો રજૂ કર્યા બાદ બેંચ તેમને દલીલો કરવાની મંજૂરી આપશે. બેંચમાં જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ છે.

તમને કોર્ટમાંથી બહાર કરવા પડશે : CJI ચંદ્રચુડ

CJI ચંદ્રચુડે કહ્યું, "કૃપા કરીને તમે બેસી જાવો, નહી તો મારે તમને કોર્ટની બહાર કાઢવા પડશે.'' પરંતુ તેઓ ન સાંભળતા આખરે તેમણે ગુસ્સામાં કહ્યું, ''હું તમને ચેતવણી આપું છું.'' જો કે, તેમ છતાં પણ નેદુમપરાએ ફરિયાદ કરવાનું ચાલુ રાખ્યું કે, તેમને કોર્ટમાં બોલવાની મંજૂરી નથી આપી. આ વાત પર ગુસ્સે થઈને ચીફ જસ્ટિસે કહ્યું કે, કૃપા કરીને સુરક્ષા કર્મચારીઓને બોલાવો. તેમને કોર્ટની બહાર લઈ જવા માટે કહીશું.'' તે પછી વકીલ તેમના સાથીદારો તરફ વળ્યા, તેથી જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, ''તમે ગેલેરીમાં વાત ન કરશો.  તમે મારી વાત સાંભળશો. હું મારી કોર્ટનો પ્રભારી છું.'' ગુસ્સે થયેલા વકીલે અનિચ્છાએ કહ્યું કે, "હું કોર્ટ રૂમમાંથી બહાર જઈ રહ્યો છે, પરંતુ ચીફ જસ્ટિસ અન્યાય કરી રહ્યા છે."


Google NewsGoogle News