કેરળમાં બની દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ, ચેક બાઉન્સને લગતાં કેસનો ઓનલાઈન જ નિકાલ થઇ જશે

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
Digital court


Digital court for cheque bounce cases:  ચેક બાઉન્સને લગતાં કેસનો નિકાલ કરવા માટે દેશમાં કેરળના કોલ્લમમાં પ્રથમ ડિજિટલ કોર્ટ શરૂ કરવામાં આવી છે. જેને 24*7 ઓનકોર્ટ' નામ આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ શુક્રવારે તેની શરૂઆત કરી હતી.

કેરળના કોલ્લમમાં ડિજિટલ કોર્ટનું ઉદ્ઘાટન

કેરળના કોલ્લમમાં દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ શરૂ કરવામાં આવી છે. જેમાં ચેક બાઉન્સ સંબંધિત બાબતોનું સમાધાન કરવામાં આવશે. હાઈકોર્ટના ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં આ ઓનલાઈન કોર્ટની શરૂઆત કરવામાં આવી હતી. 

સમયની બચત થશે

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ આ કોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોરોનાના સમયમાં ઓનલાઈન કામકાજની તેજી વિશે પણ ચર્ચા કરી હતી. માનવામાં આવે છે કે આ કોર્ટ શરૂ થવાથી સમયની બચત થશે અને ઘણા પડતર કેસોનો પણ ઝડપથી નિકાલ થશે.

કેસોની સુનાવણી સપ્ટેમ્બર 2024 થી શરૂ થશે

ઓન-કોર્ટમાં કેસોની સુનાવણી સપ્ટેમ્બર 2024 થી શરૂ થશે અને આ પહેલના લીધે પ્રારંભિક ફાઇલિંગ, કેસ ફાઇલિંગ, કોર્ટમાં હાજરી, સુનાવણી અને ચુકાદા સુધીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ થશે. જો ડિજિટલ કોર્ટ સફળ પૂરવાર થશે તો રાજ્યભરમાં ઓન-કોર્ટની સ્થાપના કરવામાં આવશે.

ઓન કોર્ટના કારણે સમગ્ર પ્રક્રિયા સરળ બનશે

અદાલતોને ટેક્નોલોજી સાથે જોડવા પર, કેરળ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રાજા વિજયરાઘવને કહ્યું કે, 'ઓન કોર્ટના કારણે સમગ્ર પ્રક્રિયા સરળ બનશે. તેના કારણે સિસ્ટમમાં વધુ સારી શેડ્યુલિંગ થશે, જેથી સુનાવણી સમયસર થઈ શકે, આનાથી અરજદારો તેમના કેસની સ્થિતિ વાસ્તવિક સમયમાં જાણી શકશે. જેથી તે મદદરૂપ સાબિત થશે. કોર્ટને બેંક અને પોલીસ જેવી મહત્વની સંસ્થાઓ સાથે જોડી શકાય છે, જેનાથી માહિતીની આપ-લે સરળ બનશે. કોમ્યુનિકેશન અને ટ્રેકિંગ સરળ બનશે. તેમાં ચાર API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ) હશે જે કેસની સ્થિતિ, તેના મેટાડેટા, આદેશ અને નિર્ણયોને આવરી લેશે. અમે સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. અમે તેનો ઉપયોગ 14 કોર્ટ માટે કરીશું.'

કેરળમાં બની દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ, ચેક બાઉન્સને લગતાં કેસનો ઓનલાઈન જ નિકાલ થઇ જશે 2 - image


Google NewsGoogle News