Get The App

તેલંગણાના CMએ કે.કવિતાના જામીન મુદ્દે ટિપ્પણી કરવી ભારે પડી, સુપ્રીમ કોર્ટે તતડાવી કહ્યું, ‘આ કેવું નિવેદન છે?’

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
તેલંગણાના CMએ કે.કવિતાના જામીન મુદ્દે ટિપ્પણી કરવી ભારે પડી, સુપ્રીમ કોર્ટે તતડાવી કહ્યું, ‘આ કેવું નિવેદન છે?’ 1 - image


Supreme Court News : સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં બીઆરએસ નેતા કે.કવિતાને જામીન મુદ્દે તેલંગણાના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડીએ કરેલી ટિપ્પણીની આકરી ટીકા કરી છે. મુખ્યમંત્રી રેડ્ડીએ કવિતાને જામીન મળવા મુદ્દે ભાજપ અને બીઆરએસ વચ્ચે કથિત ડીલ તરફ ઈસારો કર્યો હતો. તેમના આ ટિપ્પણી બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આવા નિવેદનોને કારણે લોકોના મનમાં ખોટી આશંકા ઉભી થઈ શકે છે.

‘એક જવાબદાર મુખ્યમંત્રીનું આ કેવું નિવેદન છે?’

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી.આર.ગવઈની અધ્યક્ષતા હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેંચે રેડ્ડીના વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીને કહ્યું કે, ‘શું તમે સમાચારપત્રમાં વાચ્યું કે, તેમણે શું કહ્યું? માત્ર એ વાંચો કે તેમણે શું કહ્યું છે. એક જવાબદાર મુખ્યમંત્રીનું આ કેવું નિવેદન છે? આવા નિવેદનોને કારણે લોકોના મનમાં ખોટી આશંકા ઉભી થઈ શકે છે. શું એક મુખ્યમંત્રીએ આવી ટિપ્પણી કરવી જોઈએ? બંધારણના પદ પર બેઠેલા આવા નિવેદનો આપી રહ્યા છે.’

આ પણ વાંચો : 'ઓપરેશન ભેડિયા': વરુએ દોઢ મહિનામાં નવ લોકોનો ભોગ લીધો, શું કરી રહી છે વનવિભાગની 16 ટીમો?

રેવંત રેડ્ડીએ શું કહ્યું હતું?

તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી (Telangana CM Revanth Reddy)એ મંગળવારે પત્રકારો સાથેની ચર્ચામાં કહ્યું હતું કે, મનીષ સિસોદિયાને 15 મહિના બાદ જામીન મળ્યા હતા અને અરવિંદ કેજરીવાલ હજુ જેલમાં બંધ છે, ત્યારે વિધાન પરિષદના સભ્ય કે.કવિતાને પાંચ મહિનામાં જામીન મળવા શંકાસ્પદ છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘બીઆરએસે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત માટે કામ કર્યું હતું. એવી ચર્ચા છે કે, BRS અને ભાજપ (BJP) વચ્ચે સમજુતી થવાના કારણે કે.કવિતા (K Kavitha)ને જામીન મળ્યા છે.

આ પણ વાંચો : ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધી, જાણો ટોપ 10ની યાદી, હુરુન ઈન્ડિયાએ જાહેર કર્યો રિપોર્ટ


Google NewsGoogle News