ભાજપનું 'કમળ' છીનવવાની માગ થઈ તો સુપ્રીમ કોર્ટે કહ્યું - 'તમે તો ફેમસ થશો, સાથે અમને પણ..'

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
Supreme Court On Lotus Symbol


Supreme Court On Lotus Symbol Of BJP: સુપ્રીમ કોર્ટમાં આજે એક એવો અનોખો કેસ આવ્યો કે ખુદ સુપ્રીમ કોર્ટના જજો પણ ચોંકી ગયા હતા. ખરેખર તો મામલો એવો છે કે ભાજપના ચૂંટણી ચિહ્ન 'કમળ' ને છીનવી લેવાની માગ કરતી એક અરજી કરવામાં આવી હતી જેમાં માગ કરાઈ હતી કે ભાજપને આ ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરતો રોકવામાં આવે. જોકે સુપ્રીમ કોર્ટે તરત જ આ માગ ફગાવી દીધી હતી અને સાથે જ એવી ટિપ્પણી કરી કે બધા ચોંકી ગયા હતા. 

શું કહ્યું સુપ્રીમ કોર્ટના જજોએ...? 

સુપ્રીમ કોર્ટના જજોએ અરજદારને ફટકાર લગાવતાં કહ્યું કે તમે પ્રસિદ્ધ થવા માટે આવું કરી રહ્યા છો. તમે પોતે તો પ્રસિદ્ધ થવા માગો છો પણ સાથે અમને પણ પ્રસિદ્ધી અપાવવા માગો છો. તમારી અરજી તો જુઓ જરા, તમે કઈ રાહતની માગ કરી છે? ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ માર્ચ મહિનામાં મદ્રાસ હાઈકોર્ટમાં આ પ્રકારની જ એક અરજી કરાઈ હતી જેને તાત્કાલિક ધોરણે કોર્ટે ફગાવી દીધી હતી.

આ પણ વાંચોઃ નીતિશ કુમાર ફરી મારશે 'ગુલાંટ'? RJD સાથે જોડાવા અંગે કહ્યું - 'બે વાર ભૂલ થઈ ગઈ, હવે...'

અરજદારે શું માગ કરી હતી... 

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પી.બી. પરાલેની બેન્ચે આ અરજીઓ ફગાવી હતી. આ અરજી અરજદાર જયંત વિપટે કરી હતી. તેમણે આ અરજી 2022માં દાખલ કરી હતી અને દાવો કર્યો હતો કે એક રાજકીય પક્ષ તરીકે ભાજપને રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટના આધારે રજિસ્ટર્ડ પાર્ટીને મળતો ફાયદો લેવાનો અધિકાર નથી. તેણે આ સાથે પાર્ટીને મળતા લાભ રોકવા માટે નિર્દેશો આપવાની માગ કરી હતી અને ચિહ્ન તરીકે કમળનો ઉપયોગ રોકવાની પણ માગ કરી હતી. ખાસ વાત એ છે કે ટેક્નિકલ આધારે સિવિલ કોર્ટે ઓક્ટોબર 2023માં આ કેસ ફગાવી દીધો હતો. તેના બાદ વિપટે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ત્યાંથી ઝટકો લાગ્યા બાદ તે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.

ભાજપનું 'કમળ' છીનવવાની માગ થઈ તો સુપ્રીમ કોર્ટે કહ્યું - 'તમે તો ફેમસ થશો, સાથે અમને પણ..' 2 - image


Google NewsGoogle News