‘ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગ ગંભીર, બેલટ પેપર લાવીને દેખાડો...’, સુપ્રીમ કોર્ટનું કડક વલણ
સુપ્રીમ કોર્ટ આ મામલે મંગળવારે બપોરે 2 વાગ્યે સુનાવણી કરશે
Supreme Court: ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણીના બેલેટ પેપર મગાવ્યા છે અને તેને ચેક કરશે. આ મામલામાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે, 'ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગ એક ગંભીર મામલો છે. રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહે સ્વીકાર્યું છે કે બેલેટ પેપર પર નિશાન લગાવ્યા હાત.'
બેલેટ પેપર અને મતગણતરીનો વીડિયો મગાવ્યા
સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પાસેથી પૂરતી સુરક્ષા સાથે બેલેટ પેપર મગાવ્યા છે. મતગણતરીનો વીડિયો પણ મગાવ્યો છે અને જો મસીહ દોષી સાબિત થશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અનિલ મસીહને પૂછ્યું કે,'શું તેણે કેટલાક બેલેટ પેપર પર Xના નિશાન લગાવ્યા હતા કે નહીં' આના જવાબમાં અનિલ મસીહે કહ્યું કે, 'હા મે આઠ પેપર પર નિશાન લગાવ્યા હતા.'
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'અમે ડેપ્યુટી કમિશનરને નવી ચૂંટણી કરાવવા માટે રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરવા કહીશું. જે કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નહીં હોય.'
આ પણ વાંચો: ચંડીગઢમાં મેયરની ચૂંટણી રસપ્રદ બની, AAPના 3 કાઉન્સિલરોએ પક્ષપલટો કરતાં નંબરગેમ બદલાઈ