કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, ધરપકડ પર લગાવ્યો પ્રતિબંધ
વારાણસીની એક ટ્રાયલ કોર્ટે 7 નવેમ્બરે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું
સુપ્રીમે બિનજામીનપાત્ર વોરંટને રદ્દ કરવા અને સૂરજેવાલાને વારાણસી કોર્ટમાં હાજર થવા 4 અઠવાડિયાનો સમય આપ્યો
નવી દિલ્હી, તા.09 નવેમ્બર-2023, ગુરુવાર
કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સૂરજેવાલા (Randeep Surjewala)ને સુપ્રીમ કોર્ટ (Supreme Court)માંથી આજે રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમની ધરપકડ પર રોક લગાવી દીધી છે. ડિવિઝનલ કમિશનરની કોર્ટ અને ઓફિસ પરિસરમાં હિંસક વિરોધ પ્રદર્શનના 23 વર્ષ જૂના કેસમાં કોંગ્રેસના મહાસચિવ વિરુદ્ધ બિન જામીન વોરંટ જારી કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટને રદ્દ કરવા અને સૂરજેવાલાને વારાણસી કોર્ટ (Varanasi Court)માં હાજર થવા માટે 4 અઠવાડિયાનો સમય પણ આપ્યો છે. 7 નવેમ્બરના રોજ વારાણસીની એક ટ્રાયલ કોર્ટે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું અને તેમને શારીરિક રીતે કોર્ટમાં હાજર રહેવા કહ્યું હતું.
સૂરજેવાલાને 5 અઠવાડિયાની સુરક્ષા પુરી પાડવાનો કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે સુરજેવાલેના રાહત આપવાની સાથે 5 અઠવાડિયાની સુરક્ષા પુરી પાડવાનો પણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વાારણસીના ડિવિજનલ કમિશનર કોર્ટ અને કાર્યાલય પરિસરમાં હિંસક વિરોધ પ્રદર્શનના 2 દાયકાથી વધુ જૂના કેસની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય.ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળની 3 સભ્યોની બેંચે બિનજામીનપાત્ર વોરંટ રદ કરવા સૂરજેવાલાને વારાણસી કોર્ટમાં હાજર થવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે.