Get The App

દિલ્હી લિકર પૉલિસી કેસમાં સિસોદિયા બાદ કવિતાને પણ જામીન: 5 મહિના બાદ જેલમુક્ત થશે BRS નેતા, EDને ઝટકો

Updated: Aug 27th, 2024

GS TEAM


Google News
Google News
Liquor scam case

Image: IANS



Delhi liquor scam case: દિલ્હીની કથિત લિકર પૉલિસી કૌભાંડમાં આપ નેતા મનીષ સિસોદિયાને 19 મહિના બાદ જામીન મળ્યા બાદ હવે અન્ય એક આરોપી ભારત રાષ્ટ્ર સમિતિ(BRS)ના નેતા કવિતાને પણ સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટે 10 લાખના જામીન બોન્ડ પર અમુક શરતોને આધીન જામીન આપ્યા છે. કવિતાનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો છે. તેમજ પુરાવા સાથે છેડછાડ ન કરવા નિર્દેશ કર્યો છે.

જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચે જામીન આપતાં સ્પષ્ટતા આપી છે કે, મેરિટ પર કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી. જેથી ટ્રાયલ પર કોઈ અસર નહીં પડે. કવિતા આશરે 5 મહિનાથી જેલમાં બંધ હતા. ઈડી અને સીબીઆઇએ સિસોદિયા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી કવિતાની ભૂમિકા પણ કથિત દારુ કૌંભાંડમાં મહત્ત્વની હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચોઃ ઝારખંડ રાજકારણમાં નવો વળાંક, યશવંત સિંહાનું મોટુ એલાન, નવા પક્ષની રચના કરશે

પુરાવા સાથે છેડછાડનો આરોપ

તપાસ એજન્સીઓએ જામીન અરજીનો વિરોધ કરતાં સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, બીઆરએસ નેતા કવિતાએ મોબાઇલ ફોન ફોર્મેટ કરી કીધો છે, અને પુરાવા સાથે છેડછાડ કરી છે. જ્યારે કવિતાએ કહ્યું કે,મોબાઇલ ફોન ફોર્મેટ કરવાનો આરોપ ખોટો છે. સુપ્રીમ કોર્ટે સામે તપાસ એજન્સીઓને પ્રશ્ન કર્યો છે કે, તમારી પાસે શું પુરાવો છે કે, બીઆરએસ નેતા કવિતા આ ગુનામાં સંડોવાયેલા છે.

કવિતા તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જામીનની અપીલ કરતાં કહ્યું કે, કવિતા વિરૂદ્ધ બન્ને એજન્સીઓએ તપાસ પૂર્ણ કરી છે. બન્ને મામલામાં આરોપી અને આપ નેતા મનીષ સિસોદિયાને જામીન આપવાના સુપ્રીમ કોર્ટનો હવાલો પણ આપ્યો હતો. 

દિલ્હી લિકર પૉલિસી કેસમાં સિસોદિયા બાદ કવિતાને પણ જામીન: 5 મહિના બાદ જેલમુક્ત થશે BRS નેતા, EDને ઝટકો 2 - image

Tags :