'ગુટખા નહીં વેચો', સુપ્રીમ કોર્ટે ઝેર આપનારા આરોપીને એક શરતે આપ્યા આગોતરા જામીન

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
'ગુટખા નહીં વેચો', સુપ્રીમ કોર્ટે ઝેર આપનારા આરોપીને એક શરતે આપ્યા આગોતરા જામીન 1 - image


Image Source: Twitter

- આરોપી વિરુદ્ધ IPCની કલમ 188 અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કેટલીક જોગવાઈઓ હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો 

નવી દિલ્હી, તા. 25 સપ્ટેમ્બર 2023, સોમવાર

ઝેર આપવા મામલે મહારાષ્ટ્રના વ્યક્તિને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપી દીધા છે. જોકે, ખાસ વાત એ છે કે, આ જામીનની શરતો છે. જેમાં ભારતની સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજદાર ક્યારેય ગુટખા નહીં વેચશે. આ સાથે જ જો તેઓ ગુટખા વેચી રહ્યા છે એવી જાણ થશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. અરજદાર તરફથી કોર્ટમાં એડવોકેટ યતિન એમ જગતાપ અને સુનિલ કુમાર શર્મા રજૂ થયા હતા. 

બોમ્બે હાઈકોર્ટને નિર્ણયને રદ કર્યો

આ મામલાની સુનાવણી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચ કરી રહી હતી. તેમણે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. હાઈકોર્ટે જાન્યુઆરીમાં આરોપીઓને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આરોપી વિરુદ્ધ IPCની કલમ 188 અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કેટલીક જોગવાઈઓ હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

હું ગુટખા એટલે કે પાન મસાલા સાથે તમાકુનો વેપાર નહીં કરીશ

કોર્ટે આદેશ આપ્યો કે, આ શરત લગાવવી યોગ્ય સમજાય છે કે, હું અભિજીત જીતેન્દ્ર લોલાગે વચન આપું છું કે, હું ગુટખા એટલે કે પાન મસાલા સાથે તમાકુનો વેપાર નહીં કરીશ. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જો અપીલકર્તા અભિજીત જિતેન્દ્ર લોલાગે જામીનની શરતોનું ઉલ્લંઘન કરશે તો ફરિયાદી પક્ષ જામીન રદ કરવાની માંગ કરી શકે છે.

મહારાષ્ટ્ર સરકાર તરફથી કોર્ટમાં એડવોકેટ અભિકલ્પ પ્રતાપ સિંહ, સિદ્ધાર્થ ધર્માધિકારી, આદિત્ય અનિરુદ્ધ પાંડે, ભારત બગલા, સૌરવ સિંહ, યામિની સિંહ, આદિત્ય કૃષ્ણ અને અનૂપ રાજ રજૂ થયા હતા.


Google NewsGoogle News