Get The App

બુલડોઝર એક્શન લેતી સરકારોને સુપ્રીમ કોર્ટે તતડાવ્યાં, કહ્યું - 6 નિર્દેશોનું પાલન કરવું પડશે

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
બુલડોઝર એક્શન લેતી સરકારોને સુપ્રીમ કોર્ટે તતડાવ્યાં, કહ્યું - 6 નિર્દેશોનું પાલન કરવું પડશે 1 - image


SC Guideline On Bulldozer Action: બુલડોઝરની કાર્યવાહી દ્વારા વિવિધ સરકારો દ્વારા અનેક લોકોના માથા પરથી આસરો છિનવી લેવાયો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે ચુકાદો આપતાં બુલડોઝરની કાર્યવાહી માટે ગાઇડલાઈન રજૂ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારતના નાગરિકોના અવાજને તેમની સંપતિ નષ્ટ કરવાની ધમકીથી દબાવી ન શકાય. કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે, 'કાયદાના શાસનમાં બુલડોઝર ન્યાય સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે.' 

કાર્યવાહી કરતાં પહેલાં કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન થવું જોઈએ

CJI ના નેતૃત્વ હેઠળની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરતાં અનેક કડક ટિપ્પણીઓ કરી હતી. બેન્ચે કહ્યું કે બુલડોઝર દ્વારા ન્યાય અપાયો હોય તેવી ઘટના દુનિયામાં બીજે ક્યાંય બનતી જોવા નથી મળી. બુલડોઝર ન્યાય સ્વીકાર્ય નથી. આ લોકતંત્ર માટે એક ગંભીર જોખમ છે. લોકો માટે એક સપનું હોય છે કે તેમનું પોતાનું એક ઘર હોય. જેને તોડી પાડવું અયોગ્ય ગણાય. કોઈ એક વ્યક્તિની ભૂલ માટે સમગ્ર પરિવારને દંડિત ન કરાય. બેન્ચે અધિકારીઓ અને રાજ્ય સરકાર હસ્તક આવતા તમામ વિભાગોને પણ ચેતવતાં કહ્યું કે જો તમારા દ્વારા પણ આવા કોઈ ગેરકાયદે આદેશ આપવામાં આવશે તો તેનાથી લોકોને વેઠવાનો વારો આવશે અને લોકોની સંપત્તિઓનું નુકસાન થશે. ભલે પછી તેના માટે બાહ્ય કારણો જવાબદાર હોય. બુલડોઝરની આવી કાર્યવાહી બદલાની કાર્યવાહી સાબિત થશે. જેના લીધે એકની ભૂલથી બધા પરિવારના અન્ય લોકોએ ભોગવવાનો વારો આવશે. 

આ પણ વાંચોઃ 'પોતાનું ઘર એક સપનું હોય છે, તૂટવું ના જોઈએ...' બુલડોઝર એક્શન પર સુપ્રીમકોર્ટનું ફરમાન

બુલડોઝર કાર્યવાહી પર રાજ્ય સરકારની ઝાટકણી

બુલડોઝર એક્શન પર રાજ્ય સરકારોની ઝાટકણી કાઢતા કોર્ટે કહ્યું, રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની મનસ્વી અને એકતરફી કાર્યવાહીને સહન નહીં કરવામાં આવે. જો આની મંજૂરી આપવામાં આવી, તો અનુચ્છેદ 300A હેઠળ સંપત્તિના અધિકારની બંધારણીય માન્યતા એક મૃત પત્રમાં ફેરવાઈ જશે. 

કોઈપણ સંપત્તિને નષ્ટ કરતાં પહેલાં આ ગાઇડલાઈનનું કરવું પડશે પાલન

  1. અધિકારીઓએ સૌથી પહેલાં હાજર ભૂમિ રેકોર્ડ અને નકશાની ચકાસણી કરવાની રહેશે.
  2. અધિકારીઓએ વાસ્તવિક દબાણની ઓળખ કરવા માટે યોગ્ય નિરીક્ષણ કરવાનું રહેશે
  3. કથિત અતિક્રમણકારીઓને ત્રણ લેખિત નોટિસ આપવાની રહેશે.
  4. સામા પક્ષને સાંભળવામાં આવશે અને તેમની મુશ્કેલી પર વિચાર કર્યા બાદ જ એક્શનનો સ્પષ્ટ આદેશ આપવામાં આવશે.
  5. દબાણ દૂર કરવા માટે તેઓને જગ્યા ખાલી કરવા માટે યોગ્ય સમય આપવાનો રહેશે.
  6. જો જરૂરી હોય તો વધારાની જમીનની કાયદેસર રીતે ફાળવણી કરવી જોઈએ. ત્યાર બાદ જ અન્ય કોઈ મોટી કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચોઃ ચૂંટણી-લગ્ન સમયે પણ ફટાકડા પર પ્રતિબંધ લાગવો જોઇએ : સુપ્રીમ

કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું

કોર્ટે કહ્યું કે, રાજ્યએ ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે પગલાં લેતા પહેલા રાજ્યએ કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. કાયદાના શાસનમાં બુલડોઝર ન્યાય બિલકુલ સ્વીકાર્ય નથી. જો તેની મંજૂરી આપવામાં આવી તો અનુચ્છેદ 300A હેઠળ સંપત્તિના અધિકારની બંધારણીય માન્યતા ખતમ થઈ જશે. 

શું છે 300A?

બંઘારણના અનુચ્છેદ 300Aમાં કહેવામાં આવ્યું છે કે, કાયદાની સત્તા વિના કોઈપણ વ્યક્તિને તેની સંપત્તિથી વંચિત રાખવામાં આવશે નહીં. 



Google NewsGoogle News