દેશમાં 2024માં 139 દોષિતોને અપાયો મૃત્યુદંડ, સૌથી વધુ યુપીમાં, કુલ 564 કેદીની ફાંસી પેન્ડિંગ
India Give Death Sentence In 2024 : દેશમાં છેલ્લા છ વર્ષમાં હત્યા કેસ, જાતીય અપરાધોના ગુનાઓમાં વધારો થયો હોય, તેવો રિપોર્ટ સામે આવ્યો છે. દેશમાં વર્ષ 2024માં કેટલા દોષિતોને ફાંસી સભળાવાઈ, કેટલાકને આજીવન કેદ ફટકારાઈ? તેની વિગતો સામે આવી છે. આમ તો જઘન્ય અપરાધના કેસમાં જ કોઈ દોષીતને મોતની સજા સંભળાવાય છે, પરંતુ નેશનલ લૉ યુનિવર્સિટીએ રિપોર્ટમાં જણાવાયું છે કે, સુપ્રીમ કોર્ટે મોતની કોઈપણ સજાના કેસની પુષ્ટિ કરી નથી. ગયા વર્ષે આવા છ કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા, જેમાંથી કોર્ટે પાંચ કેસને આજીવન કેદમાં ફેરવી દીધા હતા, જ્યારે એક કેસમાં આરોપીઓને નિર્દોષ જાહેર કરાયો હતો. વર્ષ 2024માં નીચલી કોર્ટોએ અલગ-અલગ કેસોમાં 139 લોકોને ફાંસીની સજા સંભળાવી છે.
564 કેદીઓ ફાંસીની રાહમાં
રિપોર્ટ મુજબ, નિચલી કોર્ટો દ્વારા સંભળાવાયેલી મોતની સજાઓમાં 87 હત્યા કેસ અને 35 જાતીય જઘન્ય અપરાધો સંબંધિત કેસ સામેલ છે. 2023માં નીચલી કોર્ટોએ 122 મોતની સજા સંભળાવી હતી, જેમાં 58 જાતીય અપરાધોના કેસ અને 40 હત્યા કેસ સામેલ હતા. હાલ દેશની અલગ-અલગ જેલોમાં મૃત્યુદંડની સજા ભોગવી રહેલા 564 કેદીઓ છે. આ આંકડો છેલ્લા બે દાયકાથી સૌથી વધુ છે.
આ પણ વાંચો : દુનિયામાં સૌથી વધુ જમીન રશિયા પાસે, જાણો વિશ્વના ટોચના દસ દેશમાં ભારતનો ક્રમ ક્યાં
છેલ્લા પાંચ વર્ષમાં મૃત્યુદંડની સજામાં વધારો થયો
રિપોર્ટ મુજબ, વર્ષ 2019 બાદ મૃત્યુદંડની સજામાં વધારો થયો છે. વર્ષ 2019માં 378 આરોપીઓની મોતની સજા સંભળાવાઈ હતી, જ્યારે 2020માં 404, 2021માં 409, 2022માં 539, 2023માં 554 અને 2024માં 564 આરોપીને મૃત્યુદંડની સજા ફટકારાઈ. 2024માં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં 34, કેરળમાં 20, પશ્ચિમ બંગાળમાં 18 દોષિતોને મૃત્યુદંડની સજા સંભળાવાઈ હતી. દિલ્હી, જમ્મુ-કાશ્મીર, ત્રિપુરા અને આસામમાં કોઈપણ આરોપીને મૃત્યુદંડની સજા સંભળાવાઈ ન હતી.
છેલ્લે 2022માં ચારને ફાંસી અપાઈ
વિશ્વભરમાં 115 દેશોએ સજા-એ-મોત બંધ કરી દીધી છે, જ્યારે 9 દેશો યુદ્ધ અપરાધો સિવાય કોઈપણ કેસમાં મોતની સજા સંભળાવી નથી. જ્યારે 55 દેશોમાં હજુ પણ મૃત્યુદંડની જોગવાઈ છે, જેમાં ભારત પણ સામેલ છે. દેશમાં છેલ્લે 2020માં નિર્ભયાકાંડના ચાર આરોપીઓને ફાંસી પર લટકાવી દેવાયા હતા. દેશની હાઈકોર્ટોની વાત કરીએ તો, હરિયાણા, પંજાબ, ઝારખંડ અને તેલંગાણામાં 2024માં 9 લોકોને મોતની સજા ફટકારાઈ છે.